સગીરને લાઇસન્સ વગર કાર ચલાવવા આપવા બદલ પિતા અને ભાઈની ધરપકડ કરાશે
કાર ચાલક કિશોરે અક્સ્માત સર્જતા સગીરાનું મોત
(એજન્સી)અમદાવાદ, થલતેજ વિસ્તારમાં ફોરચ્યુનર કિશોર કાર ચાલકે અક્સ્માત સર્જતા સગીરાનું મોત થયાનું સામે આવ્યું છે. ગઇ તારીખ ૩૧મી મેની સાંજે થલતેજ વિસ્તારના આવેલ સાંદિપની સોસાયટી નજીક એક ફોરચ્યુનર કાર ચાલકે ૧૬ વર્ષીય સગીરા દીપા પ્રજાપતિને હડફેટે લીધી હતી. દીપા પ્રજાપતિને ગંભીર ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
જેમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ત્યારે ટ્રાફિક પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફોરચ્યુનર ચાલક કિશોર અવસ્થાનો હતો અને હેબતપુર વિસ્તારમાં જ રહે છે અને છેલ્લા ત્રણ દિવસથી આ પ્રકારે સ્પીડમાં કાર ચલાવતો હોવાનું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે ટ્રાફીક પોલીસે કિશોર કાર ચાલકના ભાઈ અને પિતા સામે પણ ફરિયાદ નોંધી છે.
અમદાવાદમાં નબીરાએ 16 વર્ષીય સગીરા પર ફોર્ચ્યૂનર કાર ચડાવી દીધી, મોત થતાં પરિવારમાં આક્રંદ#ahmedabad #ahmedabdnews #Gujarat #Gujaratinews #accident #reels #AhmedabadAccident #Gujarat #Gujaratinews #vtvgujarati pic.twitter.com/3x5DaVAW5B
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 2, 2024
ટ્રાફીક પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે ફોરચ્યુનર કારથી અક્સ્માત સર્જાયો છે તે માટે કિશોર કાર ચાલકમાં ભાઈ નિલેશ ભરવાડની હતી. ત્યારે ટ્રાફીક પોલીસે કિશોર અસ્વથાના સગીરને ડ્રાઈવિંગ લાઇસન્સ વગર કાર આપવા બદલ પિતા ગોવિંદ ભરવાડ અને ભાઈ નિલેશ ભરવાડ પર પણ ગુનો નોંધીને ધરપકડ કરવાનો તજવીજ હાથ ધરી છે.