સુરત LCBએ 10 લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું
(એજન્સી)સુરત, સુરતમાં ડ્રગ્સ હેરાફેરી કરતા બે આરોપીની ન્ઝ્રમ્ ઝોન ૪ની ટીમે ધરપકડ કરી છે. આરોપીઓ મજુરાગેટથી ગાંધી સ્મૃતિ ભવન પાસેથી બાઈક પર ડ્રગ્સ લઈને હેરાફેરી કરવા જઈ રહ્યા હતા. ઝોન -૪ એલસીબી પોલીસ અઠવા પોલીસને સાથે રાખી બંને આરોપીઓને ૧૦ લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
સુરત શહેર પોલીસનો ડ્રગ્સ ઇન સીટી અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન અંતર્ગત અવર-નવાર ડ્રગ્સની હેરાફેરી કરતા કે ડ્રગ્સ માફિયાઓને પકડી પાડવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત ઝોન-૪ એલસીબી પોલીસની બાતમી મળી હતી કે મજૂરા ગેટ, નાનપુરા ગાંધી સ્મૃતિ ભવનની સામે આવેલ કદમ ભવનની ગલી પાસેથી બે યુવકો બાઈક પર એમડી ડ્રગ્સ સાથે પસાર થનાર છે.
તાત્કાલિક એલસીબી પોલીસે અઠવા પોલીસને સાથે રાખી આરોપીને પકડી પાડવા વોચ ગોઠવી દીધો હતો. કદમ ભવન પાસેથી પોલીસીને મળેલી બાતમી મુજબ એક કાળા કલરની બાઈક પર બે યુવકો પસાર થઈ રહ્યા હતા. પોલીસે બંને યુવકોને લ અટકાવી અંગ ઝડપી લીધી હતી.
આરોપીઓ પાસેથી રૂપિયા ૧૦ લાખની વધુ ની કિંમતનો ૧૦૦.૬૦ ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યો હતો. પકડાયેલા આરોપી બીટ્ટુ કુમાર સુબોધ પાંડે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ વડોદ ગામમાં રહે છે.