અજય-સનીનો ડબલ પાવર એટલે ‘સન ઓફ સરદાર ૨’
અજય-તબુની ૧૦મી ફિલ્મ ‘ઔરો મેં કહાં દમ થા’ સોનાક્ષી સિંહાના બદલે મૃણાલ ઠાકુરની પસંદગી
૨૦૨૫ દિવાળી પર રિલીઝ થશે
મુંબઈ,અજય દેવગન અને સંજય દત્તની ફિલ્મ ‘સન ઓફ સરદાર’ ૨૦૧૨માં રિલીઝ થઈ હતી. એક્શનની ઝલક આપતી રોમેન્ટિક કોમેડી ઓડિયન્સને ખૂબ પસંદ આવી હતી. ૧૨ વર્ષ બાદ તેની સીક્વલ બનાવવા તૈયારીઓ શરૂ થઈ છે. જેમાં સંજય દત્તની જગ્યા સની દેઓલે લીધી છે અને સોનાક્ષી સિંહાના સ્થાને મૃણાલ ઠાકુરની પસંદગી કરવામાં આવી છે.
આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે રિલીઝ ડેટ પણ નક્કી થઈ છે. ફિલ્મ ક્રિટિક તરુણ આદર્શે એક્સ પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે, સની દેઓલ અને અજય દેવગનની ફિલ્મ દિવાળી ૨૦૨૫માં બોક્સઓફિસ પર ધડાકા કરશે. લીડ રોલમાં મૃણાલ ઠાકુર હોવાની બાબતને પણ તેમણે કન્મફર્મ કરી છે. સીક્વલ બનાવવાનું એલાન થયું તે સમયે લીડ એક્ટ્રેસ અંગે અનેક નામ ચર્ચામાં હતા.
સોનાક્ષીના બદલે મૃણાલ ઠાકુરના સમાવેશ અંગે અટકળો ચાલતી હતી, જેને તરણ આદર્શે કન્મફર્મ કરી છે.આમ, સીક્વલમાં અજય દેવગનનો લીડ રોલ યથાવત છે, પરંતુ તેમની સાથેના અન્ય બે સ્ટાર્સને રીપ્લેસ કરવામાં આવ્યા છે. સંજય દત્તે અગાઉ ‘હાઉસફુલ ૫’માંથી ખસી જવાનો નિર્ણય કર્યાે હતો. આ ફિલ્મમાં સંજય દત્તે ઘણાં એક્શન સીન્સ કરવાના હતા, પરંતુ તબિયતનું કારણ આગળ ધરી તેમણે આ નિર્ણય લીધો હતો. સંજય દત્તે ‘હાઉસફુલ ૫’ના કેટલાક સીનનું શૂટિંગ કરી દીધુ હતું અને બાદમાં તેમને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા રહેવામાં તકલીફ પડી હતી.
સંજુ બાબાના બદલે સુનિલ શેટ્ટીને આ ફિલ્મમાં રોલ અપાયો છે અને સુનિલ શેટ્ટી સેટ પર પહોંચી પણ ગયા છે. જોકે ‘હાઉસફુલ ૫’માં સંજય દત્તને ઓફર થયેલો રોલ સ્વીકારતાં પહેલા સુનિલ શેટ્ટીએ તેમની સાથે વાત કરી હતી અને સંજય દત્તે શુભેચ્છા આપ્યા બાદ જ સુનિલ શેટ્ટી આ પ્રોજેક્ટમાં આગળ વધ્યા છે. અલબત્ત ‘સન ઓફ સરદાર ૨’માં સંજય દત્તે સામેથી કામ કરવાની ના પાડી છે કે પછી તેમને ઓફર આપ્યા વગર જ સની દેઓલની પસંદગી કરવામાં આવી છે તે અંગે ખુલાસો થયો નથી.
૨૦૨૪ના વર્ષમાં અજય દેવગનની ત્રીજી ફિલ્મ ‘ઔરો મેં કહાં દમ થા’ રિલીઝ થવાની છે. અજય દેવગને સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરીને તેની રિલીઝ ડેટ એનાઉન્સ કરી હતી. આ ફિલ્મ ૫ જુલાઈએ રિલીઝ થવાની છે. આ વર્ષે અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’ અને ‘મૈદાન’ અગાઉ રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં અજય દેવગન સાથે તબુ લીડ રોલમાં છે. અજય દેવગન અને તબુ સાથે કામ કરી રહ્યા હોય તેવી આ ૧૦મી ફિલ્મ છે. ૨૦૨૪માં અજયની કુલ પાંચ ફિલ્મ રિલીઝ થવાની છે. જેમાં ‘સિંઘમ અગેઈન’ અને ‘રેઈડ ૨’નો સમાવેશ થાય છે. ss1