સંગઠિત સમાજ એ જ સ્વતંત્રતાની ગેરંટી છે: RSS
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સંઘ શિક્ષા વર્ગ, સાર્વજનિક સમારોપ, પાલનપુર બનાસકાંઠા
- શિક્ષણ ફક્ત વ્યક્તિગત ઉન્નતિ માટે નહીં પરંતુ રાષ્ટ્રની ઉન્નતિ માટે બને ત્યાં પ્રયત્ન કરવો જોઈએ.
- શ્રી યશવંતભાઈ ચૌધરી
દિનાંક 01-06-2024, શનિવારના રોજ આર.વી.ભટોળ હાઇસ્કુલ, લાલાવાડા, પાલનપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગ, (પ્રથમ વર્ષ)નો સાર્વજનિક સમારોપ કાર્યક્રમ યોજાયો. આ વર્ગમાં 305 શિક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા જેમાં ધોરણ 9 થી પી.એચ.ડી સુધીના 178 વિદ્યાર્થીઓ તેમજ વ્યવસાયી 127 સ્વયંસેવકોનું પ્રશિક્ષણ થયું .
આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે શ્રી નારણભાઈ રાવળ (પ્રમુખ – વિચરતી વિમુક્ત સંગઠન-બનાસકાંઠા) રહ્યા તેઓએ પોતાના ઉદબોદનમાં જણાવ્યું કે વિચરતી વિમુક્ત જાતિને સમગ્ર હિન્દુ સમાજે હુંફ આપવાની જરૂર છે. આ સમુદાય રાષ્ટ્રના વિકાસ માટે ઘણો ફાળો રહેલો છે. સાથે સાથે પર્યાવરણના જતન માટે વૃક્ષોનો ઉછેર અને જળસંચય માટે વ્યક્તિગત સંકલ્પ લેવો જોઈએ.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે શ્રી યશવંતભાઈ ચૌધરીએ (પશ્ચિમ ક્ષેત્ર સહકાર્યવાહ, રા.સ્વ.સંઘ) પોતાના વક્તવ્યની શરૂઆતમાં રાજકોટની ઘટના સહીત વર્તમાનમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપીને કરી. તેમણે કહ્યું કે આપણે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વૈમન્સ્યના ભાવ ત્યજીને રાષ્ટ્રહિત માટે એકરૂપ થઈને સાથે કામ કરવું જોઈએ. સંગઠિત સમાજ એ જ સ્વતંત્રતાની ગેરંટી છે એ વાત કહી.
વર્તમાનમાં વ્યક્તિને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ન કરવું જોઈએ તેમજ પારિવારિક મૂલ્યો સિંચન કરવું જોઈએ સાથે સાથે શિક્ષણ ફક્ત વ્યક્તિગત ઉન્નતિ માટે નહીં પરંતુ રાષ્ટ્રની ઉન્નતિ માટે બને ત્યાં પ્રયત્ન કરવો જોઈએ. વ્યક્તિએ સંપન્નતાની સાથે સાથે સંસ્કારોનો પણ સિંચન કરવું જોઈએ. રામ મંદિરની સાથે પણ રાષ્ટ્રના ઉત્થાન માટે વ્યક્તિના મનમાં અયોધ્યા બનવી જોઈએ. દરેક વ્યક્તિએ હિંદુ જીવન પદ્ધતિનું આચરણમાં લાવવો જોઈએ સાથે સાથે સમાજમાં સમરસતા બની રહે તે માટેના કાર્યો કરવા જોઈએ.
આ વર્ગમાં શ્રી પરિમલભાઈ પંડિત સર્વાધિકારી અને શ્રી ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી વર્ગ કાર્યવાહ તરીકે માર્ગદર્શન આપ્યું. ૧૭. ૫. ૨૦૨૪ થી પ્રારંભ થયેલ આ વર્ગમાં શિક્ષાર્થીઓને દિનચર્યા સવારે 4:15 થી રાત્રે 10:00 વાગ્યા સુધી વિભિન્ન શારીરિક, બૌદ્ધિક, તેમજ સેવાકીય કાર્યક્રમોના પ્રશિક્ષણ આપવામાં આવ્યું.
સમારોપ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.