બેંગલુરુમાં ભારે વરસાદથી તૂટ્યો 133 વર્ષ જૂનો રેકોર્ડ
(એજન્સી)બેંગલુરુ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કર્ણાટકના દરિયાકાંઠે પહોંચ્યા બાદ બેંગલુરુમાં ભારે વરસાદ નોંધાયો છે. ભારે તોફાન અને કરા સાથે વરસાદના કારણે ૧૩૩ વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો. હવામાનમાં આવેલા અચાનક ફેરફારથી બેંગલુરુમાં ગરમીથી રાહત મળી છે, ત્યારે મોટી સંખ્યામાં વૃક્ષો પડી જવાને કારણે ટ્રાફિકને પણ અસર થઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૩૩ વર્ષ બાદ જૂન મહિનામાં આટલો વરસાદ નોંધાયો છે. બેંગલુરુમાં રવિવાર મધ્યરાત્રિ સુધી ૧૧૧ મીમીનો ભારે વરસાદ થયો હતો. જૂનમાં તે અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે. બેંગલુરુમાં તોફાન અને વરસાદના કારણે ૨૦૦ થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. એમજી રોડ સ્ટેશન અને ટ્રિનિટી વચ્ચે નમ્મા મેટ્રો પર્પલ લાઇન ટ્રેકના વાયડક્ટ પર એક ઝાડ ધરાશાયી થવાના કારણે ઇÂન્દરાનગર અને એમજી રોડ વચ્ચેનો ટ્રાફિક ખોરવાયો હતો.