Western Times News

Gujarati News

પોલીસ કર્મચારીઓ પર હુમલો કરનાર મફત ડોન સહિત ચાર આરોપીઓ પકડાયા

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) માતર તાલુકાના લીંબાસી પોલીસ સ્ટેશન ના પીએસઆઇ પર કાર ચઢાવી મારી નાખવાનો પ્રયાસ કરનાર તેમજ ત્રણ પોલીસ કર્મચારી પર હુમલો કરવાના બનાવવામાં પોલીસે સંડવાયેલા વધુ ચાર આરોપીને પકડી પાડ્‌યો છે જેમાં મુખ્ય આરોપી મફત ડોન નો સમાવેશ થાય છે

આ અગે મળતી માહિતી મુજબ માતરના લીંબાસી પોલીસ મથકની હદમાં આવતા પરીએજ ગામના બસ સ્ટેન્ડ પાસે ચાર દિવસ અગાઉ થાર કાર લઈને આવેલા બે માથાભારે ઈસમોએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી તેમની પર હુમલો કર્યો હતો. જેમાં રોડ બંધ કરતા થયેલ માથાકૂટમાં થાર કારના બે ઈસમો લીંબાસી પોલીસના પીએસઆઇ ઉપર કાર ચઢાવી ભાગ્યા હતા.

પોલીસે પીછો કરતા વાલોત્રી ગામ નજીક આ બે ઈસમોએ અને તેની સાથે આવેલા ટોળાએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો અને ધમકી આપી હતી.આ સમગ્ર બનાવમાં એક પીએસઆઇ અને ૩ પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. જ્યારે પોલીસે એક રાયોટીગ અને અન્ય જાન લેવા હૂમલાની બે ફરિયાદ નોધી હતી અને જિલ્લા પોલીસ અધિક્ષકની દોરવણી હેઠળ આરોપીઓને પકડવા માટે ચાર ટીમો કામે લાગી હતી.

બનાવના બીજા દિવસે એક આરોપીને પોલીસે પકડી પાડ્‌યો હતો. જ્યારે આજે વધુ ચાર આરોપીઓ પકડાયા છે જેમાં મુખ્ય આરોપી મફત વજાભાઇ ભરવાડ (રહે.વાલોત્રી, તા.માતર), વિરમ વિક્રમ ભરવાડ, ભરત વિક્રમ ભરવાડ અને ભનુ ગંદુ ભરવાડ નો સમાવેશ થાય છે. પોલીસે આ આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.