Western Times News

Gujarati News

ગાંધીનગરમાં કોંગ્રેસનો નબળો પ્રચાર છતાં સોનલ પટેલને 1 લાખથી વધુ મત મળ્યા: 10 હજારથી વધુ NOTA પડ્યા

ગાંધીનગરમાં BJPના અમિત શાહ અંદાજીત 3 લાખ 85 હજાર મતથી આગળ

ગાંધીનગર લોકસભા બેઠક ગુજરાતની હાઈપ્રોફાઈલ બેઠક અને ભાજપનો ગઢ પણ ગણાય છે. ગાંધીનગર બેઠક (Gandhinagar Gujarat) પર ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે આ બેઠક પર ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો (BJP Amit Shah) જાદુ ચાલ્યો છે.

ગાંધીનગર લોકસભા બેઠક પર કુલ 21.82 લાખ મતદારો છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સાત વિધાનસભા પૈકી કલોલમાં 65.09 ટકા, સાણંદમાં 64.76 ટકા, ઘાટલોડીયામાં 61.68 ટકા, વેજલપુરમાં 56.89 ટકા, નારણપુરામાં 55.75 ટકા, સાબરમતીમાં 56.75 ટકા અને ગાંધીનગર ઉત્તરમાં 57.44 ટકા મતદાન થયું છે.

ગાંધીનગરમાં ગત 2019 લોકસભા ચૂંટણીની તુલનામાં આ વખતે મતદાનમાં 5.8 ટકાનો ઘટાડો થયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહની તુલનામાં સોનલ પટેલ પ્રમાણમાં નબળા ઉમેદવાર ગણાય છે. કોંગ્રેસનો પ્રચાર પણ ભાજપની તુલનામાં નબળો રહ્યો હતો.

મહારાષ્ટ્રના સહપ્રભારી છે સોનલ પટેલ ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ગાંધીનગરથી સી.જે. ચાવડાને ટિકિટ આપી હતી. સીજે ચાવડા લોકસભા ચૂંટણી પહેલા જ ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા.

સોનલ પટેલ પૂર્વ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ રહી ચૂક્યા છે. સોનલ પટેલ હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે કાર્યરત છે. સોનલ પટેલ આ ઉપરાંત અત્યારે મહારાષ્ટ્રના સહપ્રભારીની જવાબદારી નિભાવી રહ્યાં છે. કોંગ્રેસે ગાંધીનગર બેઠક પર સોનલ પટેલને ટિકિટ આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.