Western Times News

Gujarati News

પાકિસ્તાનની કોર્ટમાંથી ઈમરાન ખાનને મોટી રાહત

સિફર કેસમાં નિર્દાેષ

ઈમરાન ખાને વિદેશી દળો પર તેમની સરકારને તોડી પાડવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો અને એક રેલીમાં અમેરિકન રાજદ્વારી દસ્તાવેજ લહેરાવ્યો હતો

નવી દિલ્હી,પાકિસ્તાનની કોર્ટે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત આપી છે. સોમવારે કોર્ટે ઈમરાન અને તેના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીને સિફર કેસમાં નિર્દાેષ જાહેર કર્યા હતા. જાન્યુઆરીમાં, ઇસ્લામાબાદની વિશેષ અદાલતે સત્તાવાર રહસ્યો ધારા હેઠળ રચાયેલી સાઇફર કેસમાં ઇમરાન અને કુરેશીને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી.સાયફર કેસ એક એવી ઘટનાથી સંબંધિત છે જેમાં ભૂતપૂર્વ વડા પ્રધાને ઈસ્લામાબાદમાં જાહેર
રેલીમાં કાગળનો ટુકડો બતાવ્યો હતો.

એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે પેપરમાં તેમની સરકાર વિરુદ્ધ વિદેશી શક્તિ દ્વારા ષડયંત્રના પુરાવા છે, જેમાં અમેરિકન રાજદ્વારી ડોનાલ્ડ લુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે સાયફર કેસના કેન્દ્રમાં છે. બાદમાં વર્તમાન સત્તાધારી પક્ષોએ ઈમરાન પર ગોપનીય દસ્તાવેજો લીક કરવાનો આરોપ લગાવ્યો હતો.ઇમરાન ખાને સત્તા ગુમાવ્યાના બે અઠવાડિયા પહેલા એક રેલીમાં વર્ગીકૃત દસ્તાવેજ લહેરાવ્યો હતો.

ઈમરાન ખાને એપ્રિલ ૨૦૨૨માં સંસદમાં વિશ્વાસ મત ગુમાવ્યા બાદ વડાપ્રધાન પદ પરથી હટી જવું પડ્યું હતું. ઈમરાન ખાન અને મહમૂદ કુરેશી બંનેએ વિશેષ અદાલતના નિર્ણયને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પડકાર્યાે હતો.આ અરજી પર સોમવારે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી અને કોર્ટે તેની સજાને સ્થગિત કરી હતી. કોર્ટે તેમની મુક્તિનો આદેશ પણ આપ્યો હતો.

કોર્ટે કહ્યું કે જો તે અન્ય કોઈ કેસમાં આરોપી નથી તો તેને છોડી દેવામાં આવે. ચીફ જસ્ટિસ આમિર ફારૂક અને જસ્ટિસ મિયાગુલ હસન ઔરંગઝેબે ઈમરાન અને કુરેશીના કેસમાં ચુકાદો આપ્યો હતો.ગયા વર્ષે ૧૫ ઓગસ્ટના રોજ ફેડરલ તપાસ એજન્સી દ્વારા સાઇફર કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ઇમરાન ખાન અને કુરેશી પર માર્ચ ૨૦૨૨ માં વોશિંગ્ટનમાં પાકિસ્તાન એમ્બેસી દ્વારા મોકલવામાં આવેલ કેબલને હેન્ડલ કરતી વખતે ગોપનીયતા કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.