સની દેઓલ-પ્રીતિ ઝિંટાની ‘લાહોર ૧૯૪૭’નું શૂટિંગ પૂરું થયુ
રૂ.અઢી કરોડની ઠગાઈ મામલે સનીએ જવાબ આપ્યો
આ મામલે સની દેઓલના વકીલ રિઝવાન મર્ચન્ટે ખુલાસો કર્યાે છે અને તમામ આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે
મુંબઈ,માધુરી દિક્ષિત, દિયા મિર્ઝા, સુષ્મિતા સેન સહિત અનેક એક્ટ્રેસ કમબેક કરી રહી છે. આ યાદીમાં પ્રીતિ ઝિંટાનું નામ પણ ઉમેરાયું છે. અન્ય સ્ટાર્સની સરખામણીએ પ્રીતિ વધુ નસીબદાર છે, કારણ કે તેમને કમબેક માટે મોટા બેનરની ફિલ્મ મળી છે. આમિર ખાનના પ્રોડક્શન હાઉસ દ્વારા ‘લાહોર ૧૯૪૭’ બની રહી છે, જેનું ડાયરેક્શન રાજકુમાર સંતોષી કરી રહ્યા છે અને લીડ રોલમાં સની દેઓલ છે. આમિર, સની અને સંતોષીની ત્રિપુટી પહેલી વાર સાથે કોઈ ફિલ્મ કરી રહ્યા છે
ત્યારે તેમાં લીડ એક્ટ્રેસ તરીકે પ્રીતિ ઝિંટાને પસંદ કરવામાં આવી છે. ફિલ્મની સમગ્ર ટીમ કેટલાક અઠવાડિયાઓથી સતત શૂટિંગ કરી રહી હતી અને શૂટિંગ પૂરું થયું હોવાની એનાઉન્સમેન્ટ પ્રીતિએ કરી છે. પ્રીતિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ફિલ્મના સેટની ઝલક આપી હતી. શૂટિંગ રેપઅપના સમાચાર આપતાં પ્રીતિએ કેપ્શનમાં જણાવ્યુ હતું કે, લાહોર ૧૯૪૭નું રેપઅપ થયું અને આ અવિશ્વસનિય અનુભવ માટે સમગ્ર કાસ્ટ અને ક્‰ની આભારી છું. નિશ્ચિત રૂપથી મારી અત્યાર સુધીની કરિયરમાં આ સૌથી કઠિન ફિલ્મ છે.
પ્રોડ્યુસર સૌરવ ગુપ્તાએ સની દેઓલ પર રૂ.અઢી કરોડની ઠગાઈનો આરોપ લગાવ્યો હતો. સની દેઓલે નાણાં લીધા બાદ ફિલ્મ નહીં કરી હોવાનો આરોપ ગુપ્તાએ લગાવ્યો હતો. સનીએ વિવાદી કોન્ટ્રાક્ટમાં મનસ્વી રીતે છેડછાડ કરી પોતાની ફી અને પ્રોફિટ શેરિંગ એમાઉન્ટ વધારી હોવાનું પણ તેમણે કહ્યું હતું. આ મામલે સની દેઓલના વકીલ રિઝવાન મર્ચન્ટે ખુલાસો કર્યાે છે અને તમામ આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે. સની દેઓલ તરફથી જણાવાયુ હતું કે, પ્રોડ્યુસર અને સની દેઓલ વચ્ચે કોન્ટ્રાક્ટ થયો હતો.
નિયત સમય સુધીમાં બાકીનું પેમેન્ટ નહીં મળતા સની દેઓલની ઓફિસ તરફથી બે વખત નોટિસ અપાઈ હતી અને નોન-પેમેન્ટની સ્થિતિમાં કોન્ટ્રાક્ટ રદ થયો હોવાનું જણાવાયું હતું. નોટિસની સાથે એડવાન્સ મળેલા નાણાં પણ જપ્ત કરાયા હોવાનો ઉલ્લેખ હતો. કોન્ટ્રાક્ટની શરતો મુજબ જ નાણાં જપ્ત કરાયા હતા.ss1