Western Times News

Gujarati News

ગુજરાત કોલેજ ખાતે સૌથી ઓછા 14 રાઉન્ડમાં દરિયાપુર વિધાનસભાની મતગણતરી યોજાશે

પ્રતિકાત્મક

ગુજરાત કૉલેજ ખાતે યોજાશે 8-અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની મતગણતરી-સૌથી વધુ 18 રાઉન્ડમાં અમરાઈવાડી અને મણિનગર વિધાનસભાની

8-અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુરખાડિયા, મણિનગર, દાણીલીમડા, અસારવા વિધાનસભા મતક્ષેત્રોના કુલ 1517 મતદાન મથકોની મતગણતરી યોજાશે ગુજરાત કોલેજ ખાતે

દેશભરમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની મતગણતરી 4 જૂનના રોજ યોજાશે. અમદાવાદની ગુજરાત કૉલેજ ખાતે 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) લોકસભા બેઠકની મતગણતરી કરવામાં આવનાર છે. 8-અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર- ખાડિયા, મણિનગર, દાણીલીમડા, અસારવા સહિતના કુલ સાત વિધાનસભા મતવિસ્તારની મતગણતરી યોજવામાં આવશે, સાથે સાથે પોસ્ટલ બેલેટની ગણતરી પણ કરવામાં આવશે.

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા વિસ્તારોના કુલ 1517 મતદાન મથકો પર યોજાયેલા મતદાનની મતગણતરી  ગુજરાત કૉલેજ ખાતે યોજાશે.

એલિસબ્રિજ વિધાનસભા વિસ્તારની મતગણતરી 16 રાઉન્ડમાં, અમરાઈવાડી વિધાનસભા વિસ્તારની મતગણતરી 18 રાઉન્ડમાં, દરિયાપુર વિધાનસભા વિસ્તારની મતગણતરી 14 રાઉન્ડમાં, જમાલપુર-ખાડિયા વિધાનસભા વિસ્તારની મતગણતરી 15 રાઉન્ડમાં, મણિનગર વિધાનસભા વિસ્તારની મતગણતરી 18 રાઉન્ડમાં, દાણીલીમડા વિધાનસભા વિસ્તારની મતગણતરી 17 રાઉન્ડમાં અને અસારવા વિધાનસભા વિસ્તારની મતગણતરી 15 રાઉન્ડમાં યોજાશે.

આમ, અમરાઈવાડી અને મણિનગર વિધાનસભા વિસ્તારોની મતગણતરી સૌથી વધુ 18 રાઉન્ડમાં અને દરિયાપુર વિધાનસભા વિસ્તારની મતગણતરી સૌથી ઓછા 14 રાઉન્ડમાં યોજાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.