બાયડ તાલુકાની વાત્રક હોસ્પિટલ ખાતે સ્કિન કેર સેન્ટરનો શુભારંભ
બાયડ તાલુકાની વાત્રક હોસ્પિટલ ખાતે સ્કિન કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્લાસ્ટિક સર્જરી,દાજી ગયેલા લોકો ને સારવાર મળી રહશે.અને વાત્રક સેવા સેતુ માહિતી બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું .
જેમાં વાત્રક હોસ્પિટલના પ્રમુખ,પી.કે.લહેરી સાહેબ નિવૃત આઈ.એ.એસ.,ચેરમેન કારોબારી તેમજ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ હાજર રહ્યો હતો ત્યાર બાદ પી.કે.લહેરી સાહેબે વાત્રક હોસ્પિટલ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. (તસ્વીરઃ- દિલીપ પુરોહિત,બાયડ)