શિવસેના (UBT)ના ઉમેદવાર 1 વોટથી જીત્યા પણ પોસ્ટલ બેેલેટની ગણતરી થતાં હાર્યા

ઉધ્ધવ ઠાકરેની શિવસેનાના અમોલ કીર્તીકર EVM ની ગણતરી પૂરી થઈ ત્યારે 1 વોટથી જીતી રહ્યા હતા પરંતુ પોસ્ટલ બેલેટની ગણતરીમાં તેઓ 49 વોટથી પાછળ રહી જતાં અમોલ કિર્તીકર હારી ગયા હતા.
મુંબઈ, મહારાષ્ટ્રની આ સીટ પર શિવસેનાના બંને જૂથના સમર્થકો સામસામે આવી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. જો કે, ત્યાં કોઈ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થઈ ન હતી પરંતુ પરિણામના આશ્ચર્યજનક વળાંકમાં જોગેશ્વરીના ધારાસભ્ય રવિન્દ્ર વાઈકર, જેઓ આ બેઠક પર લડવા માટે ખૂબ ઉત્સુક ન હતા, તે વિજેતા બન્યા હતા. Mumbai North West: Ravindra Waikar defeats Amol Kirtikar (Shivsena Uddhav Bal Thackrey) by 48 votes in Maharashtra
2024ની લોકસભા ચૂંટણીની સૌથી કટોકટીની લડાઈમાં, શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર વાયકરે મુંબઈ ઉત્તર પશ્ચિમ મતવિસ્તારમાં શિવસેના (UBT- ઉદ્ધવ બાલ ઠાકરે)ના ઉમેદવાર અમોલ કીર્તિકરને 48 મતોથી હરાવ્યા હતા. બે હરીફ ઉમેદવારો – અમોલ કીર્તિકર અને રવીન્દ્ર વાયકર – થોડા કલાકોમાં જ જીતની ઉજવણી કરી રહ્યા હતા.
જો કે, તે 48 મતોની પાતળી લીડ પર હતું – ગોરેગાંવના નેસ્કો મેદાનમાં જ્યાં મતગણતરી થઈ રહી હતી ત્યાં વાઈકર અને તેના સમર્થકો તેમના ઉમેદવાર હારી રહ્યા છે તેમ માની રહ્યા હતા. NOTA માં 15161 જેટલા વોટ પડ્યા હતા.
શિવસેના (ઉધ્ધવ ઠાકરે) પક્ષના ઉમેદવાર અમોલ કિર્તીકર જોગેશ્વરી, ડીન્ડોશી, વરસોવા વિસ્તારોમાં મોટી લીડથી આગળ હતા. જ્યારે રવિન્દ્ર વાયકર ગોરેગાંવ, અંધેરી (વેસ્ટ) વિસ્તારમાં મોટી લીડથી આગળ નિકળી જતાં બંને ઉમેદવારો વચ્ચે માત્ર 1 જ વોટના તફાવતથી રવિન્દ્ર વાયકર હારી રહ્યા હતા.
પરંતુ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થતાં જ રવિન્દ્ર વાયકર જીતી ગયા હતા. રવિન્દ્ર વાયકરને પોસ્ટલ બેલેટના 1550 વોટ જ્યારે શિવસેના (ઉધ્ધવ ઠાકરે) પક્ષના ઉમેદવાર અમોલ કિર્તીકરને 1501 વોટ મળ્યા હતા.