ર૩ દેશોને પસંદ આવી ભારતની નિષ્પક્ષ ચૂંટણી વ્યવસ્થા
જર્મન રાજદૂતે કહ્યું કે જયારે તેમનો દેશ તેમની આગામી સરકાર માટે મતદાન કરશે ત્યારે ભારતની છબી સમગ્ર વિશ્વમાં વધુ સારી રીતે જોવા મળશે, આ લોકશાહીની ઉજવણી છે
ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશ આખામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓની વિશ્વનિયતા સામે વિપક્ષો ભલે આરોપો લગાવે પરંતુ દુનિયાના ર૩ દેશોના પ્રતિનિધિઓ ભારતમાં આવ્યા અને વિવિધ રાજયોમાં જઈને ચૂંટણીઓ કઈ રીતે યોજાય છે તેનું જાત નિરીક્ષણ કર્યું અને ર૩ દેશોએ ભારતના ચૂંટણી પંચની સરાહના કરવાની સાથે એક રીતે કલીન ચીટ પણ આપી કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવનાર ભારતમાં મુકત અને ન્યાયી રીતે ચૂંટણીઓ યોજાય છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
અધિકારીઓ કહે છે, ભૂટાન, મંગોલિયા, મેડાગાસ્કર, ઓસ્ટ્રેલિયા, ફિજી, ક્રિમિઅન રિપબ્લિક, રશિયા, મોલ્ડોવા, ટયુનિશિયા, સિસિલી, કંબોડિયા, નેપાળ, ફિલિપાઈન્સ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ, કઝાકિસ્તાન, જયોર્જિયા, ચિલી, ઉઝબેકિસ્તાન, માલદીવ્સ, પાપુઆ ન્યુ ગિની અને નામીબિયા, ર૩ દેશોમાંથી કુલ ૭પ મુલાકાતીઓ ભારત આવ્યા હતા.
આ માહિતી શેર કરતી વખતે ચૂંટણી પંચના જોઈન્ટ ડાયરેકટર અનુજ ચાંડકે પાછળથી ઉમેર્યું હતું કે ‘મેમ્બર્સ ઓફ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન ફોર ઈલેકટોરલ સિસ્ટમ’ના પ્રતિનિધિઓ અને કદાચ ઈઝરાયેલ અને ભૂટાનની મીડિયા ટીમો પણ આવી. ર૩ દેશોના કુલ ૭પ પ્રતિનિધિઓને નાના-નાના જૂથોમાં વિભાજિત કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં મોકલવામાં આવ્યા.
વિદેશી નિરીક્ષકોએ છ રાજયોમાં ચૂંટણીનું નિરીક્ષણ કરીને તેમના દેશમાં પણ આ રીતે ચૂંટણીઓ યોજી શકાય એવો મત પણ વ્યકત કર્યો. ગયા મહિને જ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટતા કરી હતી કે અમારો દેશ ભારતમાં કોઈ ચૂંટણી નિરીક્ષકો મોકલવાના મતના નથી, પરંતુ સત્તામાં ભાગીદારો સાથેના અમારા સહયોગને વધુ ગાઢ અને મજબુત કરવા આતુર છે.
જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેને કહ્યું કે જર્મની ભારતમાં યોજાઈ રહેલી વિશ્વની સૌથી મોટી ચૂંટણીઓને ‘પ્રશંસા’થી જોઈ રહ્યું છે. જર્મન રાજદૂતે કહ્યું કે જયારે દેશ તેની આગામી સરકાર માટે મતદાન કરશે ત્યારે ભારતની છબી સમગ્ર વિશ્વમાં વધુ સારી રીતે જોવા મળશે. આ લોકશાહીની ઉજવણી છે, આપણે તેને યુરોપિયન આંખો દ્વારા જ જોઈશું. એટલે કે જર્મનીએ ‘જેમ પોલ છે, એટલો જ અંદાજ’ની મુસ્તદ્દીગીરીને આગળ ધપાવવાનું પસંદ કર્યું છે.
રસપ્રદ વાત એ છે કે… તમામ વિકસિત અને વિકાસશીલ દેશો ભારતની આંતરિક બાબતોમાં ઉંડી નજર અને રસ ધરાવે છે જો નહીં, તો યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવકતા સ્ટીફન ડુજારિક એવું નથી કહેતા, ‘અમે ખૂબ આશા રાખીએ છીએ કે ભારતીય મતદાન પ્રક્રિયામાં દરેકના રાજકીય અને નાગરિક અધિકારોનું રક્ષણ કરવામાં આવશે.
યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે તેમના પ્રવકતા દ્વારા ટિપ્પણીઓ કરવા છતાં ભારતીય ચૂંટણીઓનું નિરીક્ષણ કરવા માટે કોઈ પ્રતિનિધિને મોકલવાનું તેમને મુનાસિફ ના લાગ્યુ કેમ કે તેઓ જાણે છે કે ભારતમાં ચૂંટણીઓ નિષ્પક્ષ થાય છે.