AAPએ ૧૫ જૂન સુધીમાં પાર્ટી ઓફિસ ખાલી કરવી પડશે
નવી દિલ્હી, રાજધાની નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર માટે જમીન ફાળવવાના મામલે આમ આદમી પાર્ટીને હાલમાં કોઈ રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે આપએ ૧૫ જૂન સુધીમાં તેની વર્તમાન પાર્ટી ઓફિસ ખાલી કરવી પડશે.
રાજધાની નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર માટે જમીન ફાળવવાના મામલે આમ આદમી પાર્ટીને હાલમાં કોઈ રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે આપએ ૧૫ જૂન સુધીમાં તેની વર્તમાન પાર્ટી ઓફિસ ખાલી કરવી પડશે.
જો કે, હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપની માંગ પર ૬ અઠવાડિયાની અંદર વિચારણા કરવાનો આદેશ આપતા કહ્યું કે, આમ આદમી પાર્ટી જ્યાં સુધી તેની ઓફિસના નિર્માણ માટે કાયમી જમીન ફાળવવામાં ન આવે ત્યાં સુધી સામાન્ય પૂલમાંથી હાઉસિંગ યુનિટનો ઉપયોગ કરવા માટે હકદાર છે.
હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે આપની અરજીને ફગાવી દેવા માટે માત્ર ઘરની અનુપલબ્ધતાનો આધાર હોઈ શકે નહીં.વાસ્તવમાં, રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતાને ધ્યાનમાં રાખીને પાર્ટી કાર્યાલયો માટે જગ્યા ફાળવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કર્યા પછી, દિલ્હી હાઈકોર્ટે ૨૭ મેના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.SS1MS