કાગળના ભાવમાં ઘટાડો થતાં ચોપડાના ભાવ ઘટ્યા
આ વર્ષે યુદ્ધની પરિસ્થિતિ થારે પડી હોવાથી ભાવ ઘટ્યા છે જેનો લાભ સીધો વિદ્યાર્થીઓને વાલીઓને થઈ રહ્યો છે
અમદાવાદ, અમદાવાદમાં કાગળના ભાવમાં ઘટાડો થતાં ચોપડાના ભાવ ઘટ્યા છે. અમદાવાદના વાલીઓ માટે આ સૌથી આનંદના સમાચાર છે. તેના લીધે તેમના ખિસ્સા પર બોજ નહીં પડે. કાગળના ભાવમાં આશરે દસ ટકાનો ઘટાડો થયો છે. આમ મોંઘવારીનો માર ઝીલતા વાલીઓને થોડી રાહત મળી છે.
અમદાવાદમાં હવે સ્કૂલોનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વાલીઓએ ચોપડા ખરીદવાના હોય છે. આ ઉપરાંત સ્ટેશનરી સાથે સંલગ્ન અન્ય ચીજવસ્તુઓ પણ ખરીદવાની હોય છે. અન્ય સ્ટેશનરીના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
ગયા વર્ષે રશિયા અને યુક્રેન યુદ્ધને પગલે સમગ્ર દેશમાં કાગળની સપ્લાય માં ઘટાડો નોંધાયો હતો. જેને લઈને નોટબુકથી માંડી અને તમામ બુક્સના ભાવમાં ૨૫% જેટલો ભાવ વધારો ઝીંકાયો હતો. જો કે આ વર્ષે યુદ્ધની પરિસ્થિતિ થારે પડી હોવાથી ભાવ ઘટ્યા છે. જેનો લાભ સીધો વિદ્યાર્થીઓને વાલીઓને થઈ રહ્યો છે બીજી તરફ બજારમાં હાલ ધીમે ધીમે ઘરાકી પણ નીકળી રહી છે.
ચોપડાનો સારી કવોલિટીનો ભાવ ૫૦થી ૧૦૦ ભાવ જ્યારે મીડિયમના ક્વોલિટીનો ભાવ ૩૦થી ૪૫ ભાવ, નોટબુક ડાયનામિક્સ સાઈઝ ૪૦થી ૬૦ભાવ ૧૭૨ પેજ સૌથી વધારે ચાલતી સાઈઝ છે. જ્યારે પેન્સિલ ૫થી ૧૦, ઈરેઝર ૧ થી ૧૦ અને ઈમ્પોર્ટેડ પાઉચ કંપાસ ૧૦૦થી ૨૫૦ રૂપિયા છે.
આ વર્ષે નવા સત્ર પહેલા ચોપડા-નોટબુક સહિતની વસ્તુના ભાવમાં ઘટાડો થયો છે. કોરા ચોપડાની વાત કરીએ તો આ વર્ષે પેપર મીલના ભાવ ઓછા છે. તેથી તેની સપ્લાય સારી મળે છે. તેથી ભાવ ઘટાડો થયો છે. ગયા વર્ષે રશિયા-યુક્રેનના યુદ્વને લઇને પેપરની સપ્લાય ઓછી હતી. તેથી ભાવ વધુ હતા. હવે પેપર જોઇ તેટલી સંખ્યામાં મળી રહ્યા છે. સારી ક્વોલીટીના ચોપડા ખૂબ જ સસ્તા ભાવે મળી રહ્યાં છે. નોટબુક, ફૂલસ્કેપ, ડાયનામીક સાઇઝના ચોપડાનું વધુ વેંચાણ થાય છે.