મહારાષ્ટ્ર મંત્રી મંડળનું વિસ્તરણ: અજીત પવાર ડેપ્યુટી CM
મુંબઈ, મહારાષ્ટ્રમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ થયુ. મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણમાં ત્રણે દળમાંથી કુલ 36 મંત્રીએ શપથ લીધા. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ વિધાનમંડળ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં સૌથી પહેલા એનસીપી નેતા અજીત પવારને નાયબ મુખ્ય મંત્રી પદના શપથ લેવડાવ્યા.
અજીત પવાર બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ અશોક ચૌહાણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
જે બાદ NCPના દિલીપ વલસે પાટીલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. વલસે પાટીલ પશ્ચિમ મહારાષ્ટ્રમાંથી આવે છે. તેઓ સાતમી વખત MLA બન્યા છે. પહેલા પણ મહારાષ્ટ્ર સરકારમાં જુદા-જુદા પોર્ટ ફોલિયો સંભાળી ચૂક્યા છે. ગૃહ મંત્રાલયનો પોર્ટફોલિયો દિલીપ વલસે પાટીલની પાસે આવશે તેવુ માનવામાં આવી રહ્યુ છે. પાટીલને શરદ પવારના વિશ્વાસુ માનવામાં આવે છે.
કોંગ્રેસના આ નેતાઓને મળ્યું મંત્રીપદ
અશોક ચવ્હાણ
કેસી પડવી
વિજય વડેટ્ટીવાર
અમિત દેશમુખ
સુનિલ કેદાર
યશોમતી ઠાકુર
વર્ષા ગાયકવાડ
અસમલ શેખ
સતેજ પાટીલ
વિશ્વજીત કદમ
શિવસેનાના નેતાઓનો સમાવેશ
આદિત્ય ઠાકરે
ઉદય સામંત
અબ્દુલ સત્તાર
શંકર ગડખ
અનિલ પરબ
સંદીપન ભૂમરે
શંભુરાજ દેસાઈ
યેદગાઉકર
સંજય રાઠોડ
ગુલાબ પાટીલ
દાદા ભૂસે
એનસીપીના મંત્રીઓ
ધરમરાવ અત્રમ
રાજેશ ટોપે
ધનંજય મુંડે
નવાબ મલિક
સંગ્રામ જગતપ
હસન મુશરીફ
અનિલ દેશમુખ
અદિતી તટકરે
રાજુ શેટ્ટી