કચ્છઃ કંડલા પોર્ટ પર IMCની ટેન્કમાં બ્લાસ્ટ થતાં ત્રણ મજૂરનાં મોત
કચ્છઃ કચ્છના કંડલા પોર્ટ ઉપર આવેલી IMCના ટેન્ક 303 નંબરની મેથનોલની ટેન્કમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જેના પગલે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. ટેન્ક બ્લાસ્ટના પગેલ અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી જ્યારે ત્રણ લોકોના ઘટના સ્થળ મોત નીપજ્યા હતા. આગની ઘટનાના પગલે ફાયર બ્રિગેડની 10 ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ લેવા માટે કામગીરી હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે કંડલા પોર્ટ પર IMC આવેલી છે. જેના ટેન્ક 303 નંબરની મેથનોલની ટેન્કમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જેના પગેલ આજુ બાજુ કામ કરતા લોકોના ચીથડેહાલ થયા હતા. આ ઘટનામાં 3 લોકોના મોત થયા હતા. જ્યારે બેથી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ટેન્ક પાસે આશરે પાંચ લોકો કામ કરી રહ્યા હતા. અચાનક બ્લાસ્ટ થતાં ત્રણ લોકોના શરૂરના ચીથડેહાલ થયા હતા.
જેના પગલે લાશની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી. આ ઉપરાત અનેય લોકો ઈજાગ્રસ્ત થઈ હતી. બ્લાસ્ટ થયેલી ટેન્કમાં આશરે 2000 મેટ્રીક ટન મેથનોલનો જથ્થો ભરેલો હતો. બ્લાસ્ટના પગલે ભીષણ આગ લાગી હતી. ઘટનાના પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં દીન દયાળ પોર્ટની ફાયરબ્રિગેડની 10 જેટલી ટીમો ઘટના સ્થળે પહોંચીને આગ કાબુમાં લેવાની કામગીરી હાથધરી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ પણ સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.