સુમુલ ડેરીના પૂર્વ પ્રમુખ રાજુ પાઠકે 1000 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ સાચો કે ખોટો?
સુરતની સુમુલ ડેરીમાં ૧૦૦૦ કરોડના કથિત કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ
સુરત, સુરતની સુમુલ ડેરી વહીવટમાં કરોડોના કૌભાંડ મામલે વિવાદોમાં સપડાયેલી અને સુમુલ ડેરીમાં ૧૦૦૦ કરોડના કૌભાંડ અંગે ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સન ર૦ર૧માં પ ત્ર લખ્યો હતો
અને પૂર્વ પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોની તપાસની માંગ કરવામાં આવી હતી. સુમુલ ડેરીના પૂર્વ પ્રમુખ રાજુ પાઠકે રૂપિયા ૧૦૦૦ કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો પૂર્વ સાંસદ અને હાલમાં ડેરીના ચેરમેન માનસિંગ પટેલે આક્ષેપ કર્યો હતો.
આ કેસમાં તપાસ સ્પેશિયલ ઓડિટર (મિલ્ક) મિલ્ક ઓડિટ ઓફિસ ભરૂચને સોપવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. સુરતની સૌથી જૂની અને સુરત તેમજ તાપી જિલ્લામાં ૧૦ર૦ જેટલી મંડળીઓ અને ર.૬૦ લાખથી વધુ સભાસદો ધરાવતી પ્રતિષ્ઠિત સુમુલ ડેરી વહીવટ મુદ્દે વર્ષ ર૦ર૧માં વિવાદમાં આવી હતી. સુમુલ ડેરીના તત્કાલિન પ્રમુખ રાજુ પાઠકે રૂપિયા ૧૦૦૦ કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ પૂર્વ સાંસદ અને
હાલના ડેરીના ચેરમેન માનસિહ પટેલે આક્ષેપ કર્યો હતો. તેમના પર આક્ષેપ એ હતો કે તેમને પોતાના માનીતા લોકોને ખોટી રીતે નોકરી પર રાખ્યા હતા. ડેરી પર કરોડોનો બોજો વધાર્યો હતો.
આ ઉપરાંત પોતાના માનીતાઓને કરોડો રૂપયાનો કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો હતો. આવા ગંભીર આક્ષેપો સાથેનો પત્ર લખવામાં આવતા ભાજપના જ જૂના અને નવા નેતાઓ વચ્ચે તત્કાલિન સમયે ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી. બન્ને નેતાઓ વચ્ચે આંતરિક વિવાદ પણ ઊભો થતાં રાજકારણ ગરમાયું હતું.
બીજી તરફ ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા તે સમયે વડાપ્રધાન અને ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પત્રો લખીને માંગ કરી હતી. સીટની રચના કરી ભ્રષ્ટાચાર મામલે તપાસની માંગ તેમણે કરી હતી. કોંગ્રેસે પણ તે સમયે જિલ્લા સહકારી રજિસ્ટ્રારના વહીવટમાં આ ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જાણવા છતાં આંખ આડા કાન કરી રહ્યા હોવાનો મુદ્દો ઉઠાવી તેઓની સામે પણ પગલાં ભરવા માંગ કરી હતી.