Western Times News

Gujarati News

ભાલોદ ગામે સમસ્ત બ્રહ્મસમાજ દ્રારા ગંગા દશાહરા મહોત્સવની ઉજવણી કરાઈ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે માં નર્મદા નદી તટે પારંપરીક રીતે જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુઘી દસ દીવસ ગંગા દશાહરા પ્રર્વની રંગેચંગે ઉજવણી કરાય છે.જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધી માં ગંગા નર્મદા નદી સ્નાન કરવા આવતા હોય આ સમયે નર્મદા સ્નાનનુ વિષેશ મહત્વ હોય છે.સાથે નર્મદા સ્નાન કરવાથી સર્વ પાપ નાશ થાય છે.

આ દિવસો દ્રારા શ્રઘ્‌ઘાળુઓ નર્મદા નદી સાથે ગંગા મૈયાનુ પૂજન આરતી દર્શન સ્નાન કરવા નર્મદા ના તમામ ઘાટો પર સ્નાન કરવા ઊમટી પડે છે.ભાલોદ ગામે સમસ્ત બ્રહ્મ સમાજ દ્રારા ગંગા દશાહરા મોહત્સવની ઊજવણી કરવામાં આવી હતી.જેમા મોટી સંખ્યા મા ભાલોદ ગામ તેમજ દુરના શહેરમાં વસતા લોકો મોટી સંખ્યામાં ભાલોદ ગામે આવતા ગામ શ્રઘ્‌ઘાળુઓથી છલકાય ગયુ હતુ.

ગંગા દશાહરા મોહોત્સવના ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે બે દિવસના કાર્યકમો યોજાયા હતા.જેમા તા-૮-૬-૨૦૨૪ શનીવારના રોજ મેઈન બજારમા આવેલા મહાકાળી માતાના મંદીરેથી બપોરના ૪ કલાકે નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જેમા મોટી સંખ્યામા બ્રહ્મ સમાજના તેમજ ગામના સ્થાનિક લોકો જોડાયા હતા.

જે ગામ ફરી નર્મદા નદી કિનારે સપંન્ન થઈ હતી.તેમજ નદી કિનારે તાજેતરમા લગ્નન ગ્રંથીથી જોડાયેલા નવયુગલ દ્રારા માં નર્મદાનુ પૂજન તેમજ સમૂહમા મહાઆરતી કરવામા આવી હતી.સાથે એક કિનારેથી સામે કિનારે ચુંદડી અર્પન કરવામા આવી હતી.

આ પ્રસંગે ગુજરાતના વિવિઘ શહેર માંથી બ્રહ્મ સામાજના લોકો તેમજ ભાલોદ ગામના વતનીઓ જે ઘંઘા રોજગાર માટે બહારગામ ગયેલા લોકો પણ ભાલોદ ગામે મોટી સંખ્યામા ઉપસ્થીત રહ્યા હતા.આ કાર્યક્મને સફળ બનાવવા માટે ગંગાદશાહરા સમીતી તેમજ ગામના સ્થાનીક ઉત્સાહી કાર્યકરો બે દિવસના કાર્યક્રમને અથાગ મહેનત કરી આ પ્રસંગને સફળ બન્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.