Western Times News

Gujarati News

પીએમ મોદીના શપથ પર પાકિસ્તાન તરફથી અભિનંદન

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સમગ્ર કેબિનેટની સાથે પદના શપથ લીધા હતા. ૪ જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી દેશ અને દુનિયાના નેતાઓ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની જીત પર અભિનંદન પાઠવી રહ્યા છે.

હવે આ દરમિયાન પાડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે.પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પીએમ મોદીને અભિનંદન આપ્યા છે કે નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ અભિનંદન.સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈને પીએમ મોદીએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

અત્યાર સુધી જવાહરલાલ નેહરુ એકમાત્ર એવા વડાપ્રધાન હતા જેઓ સતત ત્રણ વખત સત્તા પર આવ્યા હતા.વિશ્વભરના દેશોના વડાઓએ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ તેમને અભિનંદન આપતા કહ્યું હતું કે ૨૦૨૪ની ચૂંટણીમાં સતત ત્રીજી વખત સફળ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અને એનડીએને અભિનંદન. તેમણે કહ્યું હતું કે હું બંને દેશોની સમાન સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા આતુર છું.

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને નવી ચૂંટણીની જીત અને સારા કામ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તે નિશ્ચિત છે કે અમે ઇટાલી અને ભારતને એક કરતી મિત્રતાને મજબૂત કરવા અને અમારા રાષ્ટ્રો અને અમારા લોકોની સુખાકારી સાથે સંબંધિત મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.

ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગેએ કહ્યું હતું કે તેઓ ભારત સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવા આતુર છે. તેમણે કહ્યું કે વિશ્વની સૌથી મોટી ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરવા બદલ મારા મિત્ર વડાપ્રધાન મોદી અને NDAછને અભિનંદન. તે ભારતને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યો છે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે એનડીએની જીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રગતિ અને સમૃદ્ધિમાં ભારતીય લોકોનો વિશ્વાસ દર્શાવ્યો છે.

શ્રીલંકા, તેના સૌથી નજીકના પાડોશી તરીકે, ભારત સાથે તેની ભાગીદારીને વધુ મજબૂત કરવા આતુર છે.તમને જણાવી દઈએ કે ભાજપે લોકસભા ચૂંટણીમાં ૨૪૦ સીટો જીતી છે. જ્યારે દ્ગડ્ઢછને ૨૯૨ બેઠકો મળી છે. ૨૦૧૯ની સરખામણીમાં આ વખતે દ્ગડ્ઢછને ઘણું નુકસાન થયું છે.

છેલ્લી ચૂંટણીમાં એનડીએને ૩૫૦થી વધુ બેઠકો મળી હતી. ત્યારે ભાજપે પોતાના દમ પર ૩૦૩ બેઠકો જીતી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના નવા કેબિનેટ સાથે શપથ લીધા. મોદી સરકાર ૩.૦માં કુલ મંત્રીઓની સંખ્યા ૭૨ છે, જેમાંથી ૩૦ મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે.

આ સિવાય ૫ મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. સાથે જ ૩૬ સાંસદોને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે. મોદી કેબિનેટ ૩.૦માં આવા ઘણા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ મોદી સરકાર ૨.૦માં પણ મંત્રી હતા.SS1MS

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.