Western Times News

Gujarati News

‘વિકાસનું શીર્ષાસન’: અમદાવાદના પૂર્વ ઝોનમાં એક વર્ષમાં પાણીની ટેન્કરના ૩૪૪૮૧ ફેરા

પ્રતિકાત્મક

વોટર ડીસ્ટ્રીબ્યુશન કમિટી ચેરમેનનો વોર્ડ પણ ટેન્કર પર નિર્ભરઃ રામોલ અને ગોમતીપુરમાં એક વર્ષમાં જ નવ હજાર કરતા વધારે ટેન્કરના ફેરા

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનિક ૧૪ એમએલડી કરતા વધુ શુધ્ધ પાણી સપ્લાય કરવામાં આવે છે જેના વિતરણ માટે ર૪૦ જેટલા વોટર ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યા છે તેમ છતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં ટેન્કર રાજ ચાલી રહયું છે.

દર વર્ષે કરોડો રૂપિયા ટેન્કર માટે ખર્ચ કરવામાં આવી રહયા છે. ચોંકાવનારી માહિતી મુજબ પૂર્વ ઝોનમાં છેલ્લા એક વર્ષમાં પાણીની ટેન્કરના ૩૪ હજાર કરતા વધુ ફેરા કરવામાં આવ્યા હતાં આ આંકડા જોતા વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહયા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રાજય સરકાર પાસેથી નર્મદાના નીર લેવામાં આવે છે જેને કોતરપુર, જાસપુર અને રાસ્કા પ્લાન્ટમાં ટ્રીટ કરી ર૪૦ જેટલા વો.ડી. સેન્ટર મારફતે વિતરણ કરવામાં આવે છે પરંતુ યોગ્ય કમાન્ડ એરિયાના અભાવે ૧૦૦ ટકા મિલકતો સુધી શુધ્ધ પાણી સપ્લાય થતાં નથી. કોટ વિસ્તાર તેમજ શ્રમજીવી વસાહતો હોય તેવા વિસ્તારોમાં મોટરીંગ, લીકેજ અપુરતા પ્રેશર અને પ્રદુષણની સમસ્યાના કારણે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ રહી છે

તદઉપરાંત મ્યુનિ. હદમાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં નેટવર્કનો અભાવ હોવાના કારણે પણ કોર્પોરેશનના પાણી સપ્લાય થતા નથી અને આ વિસ્તારો મહદઅંશે ટેન્કર પર નિર્ભર છે. જોકે શહેરના પૂર્વ ઝોનમાં કે જયાં ચાલી અને શ્રમજીવી વસાહતો વધારે છે ત્યાં પ્રદુષિત પાણી અને પાણીના અપુરતા પ્રેશરના કારણે નાગરિકો ટેન્કર પર જ નિર્ભર રહે છે

તથા છેલ્લા ૧૩ મહિનામાં પૂર્વ ઝોનના ૮ વોર્ડમાં ૩૪૪૮૧ ટેન્કરના ફેરા લગાવવામાં આવ્યા હતા જે માટે રૂ.૧ કરોડ ર૦ લાખનો ખર્ચ થયો હતો. પૂર્વ ઝોનના ગોમતીપુર અને રામોલ હાથીજણ વિસ્તારમાં પાણીની સમસ્યા અતિ ગંભીર છે. અગાઉ ર૦૧૭-૧૮થી ર૦ર૧-રર સુધીના સમયગાળા દરમિયાન પણ રામોલ-હાથીજણમાં રૂ.૧ કરોડ ૩ લાખ અને ગોમતીપુરમાં રૂ.૩૯ લાખ ટેન્કર માટે ખર્ચ કરવામાં આવ્યા હતાં. પૂર્વ ઝોનમાં ઉપરોકત સમયગાળા દરમિયાન ટેન્કર માટે રૂ.ર.૭૩ કરોડનો ખર્ચ થયો હતો.

શહેરના તમામ ઝોનમાં પીવાલાયક પાણીની સમસ્યા જોવા મળી રહી છે ખાસ કરીને દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પણ ટેન્કર રાજ જોવા મળે છે. અહીં ત્રણ વર્ષમાં જ ટેન્કર માટે રૂ.૧.રપ કરોડનો ખર્ચ થયો છે તેવી જ રીતે ઉત્તર ઝોનમાં પણ છેલ્લા ત્રણ વર્ષમાં ટેન્કર માટે ૧ કરોડ ૧પ લાખનો ખર્ચ થયો છે. ઉત્તર ઝોનના ઈન્ડિયા કોલોનીમાં ભગવતી સ્કુલ, શબરી ફલેટ, વાંસીભાઈ ચાલી, ઠકકરનગરના ઈÂન્દરાનગર, ભરવાડ વાસ, શીરોમણી ફલેટ,

બંસીલાલ બિલ્ડિંગ, સરસપુર રખિયાલમાં મહાદેવનું ડહેલું, બાલાપીર મીલની ચાલી વગેરે વિસ્તાર ટેન્કર આધારિત છે. આ ઉપરાંત રખિયાલ સરદાર નગર અને કુબેરનગર વિસ્તારની ચાલીઓમાં લો પ્રેશર અને પોલ્યુશનના કારણે નાગરિકો ટેન્કરના પાણી પર આધારિત રહે છે. ચોંકાવનારી બાબત એ છે કે વોટર સપ્લાય કમિટી ચેરમેન જે વોર્ડનું પ્રતિનિધિત્વ કરે છે

તે વોર્ડમાં પણ ર૦૧૯-ર૦માં ૭૯૦, ર૦ર૦-ર૧માં ૬પ૦, ર૦રર-ર૩માં ૮૭૦ અને ર૦ર૩-ર૪માં ૯ર૩ ટેન્કર સપ્લાય કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વિસ્તારમાં બે વર્ષમાં ટેન્કર માટે રૂ.પ૧.૮૮ લાખનો ખર્ચો થયો છે. ઝોન દીઠ જોવામાં આવે તો મધ્યઝોનમાં ર કરોડ ૮પ લાખ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧ કરોડ ર૪ લાખ, દક્ષિણ ઝોનમાં ૧ કરોડ ૮૪ લાખ, પશ્ચિમ ઝોનમાં પ૮.પ૬ લાખ અને ઉત્તર ઝોનમાં ૧ કરોડ ૧પ લાખનો ખર્ચો છેલ્લા ત્રણ વર્ષમાં ટેન્કર પાછળ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.