Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશનમાં નવા ત્રણ ડે. કમિશનર અને એક OSDની સરકારે નિમણૂક કરી

(પ્રતિનિધિ) અમદાવાદ, લોકસભા ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર)માં વિવિધ વિભાગોમાં ફેરફારો થવાની શરૂઆત થઈ છે.

રાજ્ય સરકાર ઘ્‌વારા નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા ૈંછજી અધિકારીઓને તાત્કાલિક ધોરણે રીલિવ કરી દેવામાં આવ્યા છે અને નવા ચાર અધિકારીઓની ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ લાઈટ વિભાગમાં ૧૦ ઇજનેરોની બદલી કરી છે.

રાજ્ય સરકારમાંથી નિવૃત્તિ બાદ આઈ કે પટેલ, સતીશ પટેલ, રમેશ મેરજા અને સી.આર ખરસાણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા હતા. લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતાંની સાથે જ સૌપ્રથમ આઈ કે પટેલને કોન્ટ્રાક્ટ પરથી રીલિવ કરવામાં આવ્યા હતા ત્યારબાદ મંગળવારે રાજ્ય સરકારમાંથી તાત્કાલિક અસરથી સતીશ પટેલ, રમેશ મેરજા અને સી.આર ખરસાણનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક અસરથી પૂરો કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો.

સોમવારે રાત્રે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાર નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂક કરી દેવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાર નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂક થતાંની સાથે કમિશનર દ્વારા નવા સહિત અન્ય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોના વિભાગો ફાળવી દેવામાં આવ્યા છે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઓરંગાબાદકરને પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સેન્ટ્રલ વર્કશોપની જવાબદારી સોંપવામાં આવી છે. રિધ્ધેશ પી રાવલને એસ્ટેટ, અર્બન ડેવલોપમેન્ટ, ટીપી સ્કીમ અને પ્રોપર્ટી ટેક્સ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે. જયેશ ઉપાધ્યાયને પબ્લિસિટી, હાઉસિંગ પ્રોજેક્ટ, વિજિલન્સ લીગલ અને સિક્યુરિટીનો હવાલો સોંપવામાં આવ્યો છે, જ્યારે બી સી પરમારને હેલ્થ, હોસ્પિટલ, જીમનેશિયમ, સ્વિમિંગ પૂલ વગેરેની જવાબદારી સોંપવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.