ગાંધીનગરમાં મેટ્રો-ગટરની કામગીરીને કારણે રોડ પરના ગાબડાં જોખમી
ગાંધીનગર, ગાંધીનગર શહેરમાંથી પસાર થતી મેટ્રો રેલ અને ગટર લાઈનની કામગીરી વખતે મુખ્ય માર્ગ પર ગાબડા પડી ગયા છે અને રોડને નાનું મોટુ નુકશાન થયું છે. તે આગામી ચોમાસા દરમિયાન જોખમી બને તેવી દહેશત વર્તાઈ રહી છે. ખાસ કરીને શહેરના છ-૩, રોડ નં. પ અને રોડ નં.૩ ના અમુક પોકેટમાં માર્ગો પર વરસાદી માહોલ જામે તે પહેલાં રિપેરિગ કાર્ય અનિવાર્ય બન્યું છે.
શહેરના સેકટરોના આંતરિક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળે છે. શહેરમાં સ્માર્ટ સિટી અન્વયે પાણી ગટરની લાઈન નવી નાખવાના પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી પૂરી કરવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે.
જેના લીધે સેકટરોના આંતરિક માર્ગો ખુંદાયેલી હાલતમાં જોવા મળે છે. ખોદાણના કારણે ચોમાસામાં ગાબડા ન પડે તે માટે તંત્ર દ્વારા હાલ માટી અને કપચી નાખી પુરાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ શહેરના સેકટરમાં હજુ આંતરિક માર્ગોની સુધારણાનું કામ હાથ ધરતા સમય લાગશે એમ પણ સ્પષ્ટ થઈ રહ્યું છે.
શહેરના નવા સેકટરોમાં સે-૩માં પણ હાલ ગટર લાઈનની કામગીરી ચાલી રહી છે જેના લીધે સીકટરનું આંતરિક રોડ નેટવર્ક પ્રભાવિત થયુ છે. બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો પર મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી હજુ પૂર્ણ થઈ નથી. મેટ્રોને અનુલક્ષી ઘણા ઠેકાણે કામ ચાલુ છે જયારે અગાઉ મુખ્ય માર્ગો પર સરફેસીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી
તેવા સમયે મેટ્રોના પ્રોજેકટને અનુલક્ષીને આવા પોકેટમાં કામ થઈ શકયું ન હતું. શહેરના મર્ખય માર્ગો પર છ-૩ વિસ્તાર રોડ નં પ સેન્ટર ઝેવિયર્સ વિસ્તારમાં રોડ નં.૩ ના રૂટમાં મેટ્રોની કામગીરી દરમિયાન મુખ્ય માર્ગો પર અમુક જગ્યાએ નુકસાન થયું છે ત્યાં વરસાદી દિવસો પૂર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.