લાડી લુહાણા સિંધી પંચાયત મહિલા મંડળની બહેનો દ્વારા ઐતિહાસિક સમુહ લગ્નની તૈયારીઓનો શુભારંભ
(પ્રતિનિધિ) ગોધરા, સામાજીક રચનાતંત્રમાં સમાજના મુખ્ય ઘટક સ્ત્રી અને પુરૂષ છે. વર્ષોથી સમાજરૂપી રથ સ્ત્રી પુરૂષના ચક્ર પર ચાલી રહ્યો છે. કોઈપણ રાષ્ટ્ર કે સમાજને વિકાસ ત્યારેજ સંભવ બને છે. જયારે ત્યાંની સ્ત્રીઓ શિક્ષીત અને વિકસીત હોય. જો પુરૂષ સમાજનો સ્તંભ છે. તો સ્ત્રીઓ આ સ્તંભની ઘરી છે. એટલે કે, સમાજમાં સ્ત્રીઓનું સ્થાન અતિ મહત્વનું છે. પરંતુ આદિકાળથી આજદિન સુધી સમાજમાં કુટુંબ, શિક્ષણ તેમજ લગ્ન વિગેરે બાબતોમાં સ્ત્રીઓને જે ક્કો કે ન્યાય મળવો જોઈએ તે પુરતા પ્રમાણમાં મળયો નથી.
વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ સ્ત્રીઓનું સ્થાન ફક્ત ઘરમાં સંકુચિત થઈ પડેલ છે. અને ઘર-કુટંબ ચલાવવાની જવાબદારી જ તેમને સોપવામાં આવી છે. બીજો મહત્વના કાર્યો સ્ત્રીઓ નહિ કરી શકે એવી ધારણાઓ બાંધીને મહિલાઓને કમજોર પાડવામાં આવે છે. રૂઢિચુસ્ત માનસિકતા અને જુનાવણી વિચારધારને કારણે સ્ત્રીઓના કાર્ય અને તેમને મળવાપાત્ર દરજજાને હમેશા હાનિ પહોચતી હતી.પરંતુ હવે સમય બદલાયો છે.
કોઈપણ સમાજની પ્રગતિનું સાચુ મુલ્યાંકન સ્ત્રીઓના સામાજીક અને આર્થિક વિકાસ દ્રારાજ થઈ શકે છે. જે માટે સ્ત્રીઓને સમાજમાં રાજકીય, સામાજીક તેમજ સાંસ્કૃતિક રીતે પુરૂષોની સમકક્ષ સ્થાને આવવું અનિવાર્ય બની ગયેલ છે. ફકત મહિલા દિન ની ઉજવણી કરવાથી સમાજ કે રાષ્ટ્રનો વિકાસ થઈ જવાનો નથી.
ઉપરોકત તમામ બાબતો જોતા દરેક સમાજે પોતાના સમાજની સ્ત્રીઓને પુરુષોની સમાવડી બનાવવા અનિવાર્ય પગલા લેવા જ પડશે. તો જે તે સમાજનો વિકાસ શક્ય બનશે.
આ તમામ બાબતો સિંધી સમાજના પ્રમુખ મુરલીભાઈ મુલચંદાણી અને તેમની ટીમના તાજેતરના કાર્યકાળમાં સામાજીક, આધ્યાત્મિક, જનસેવા તેમજ શૈક્ષણિક કાર્યક્રમો ઉપરાંત સ્ત્રીઓને સમાજમાં પુરૂષો જેટલું જ માન સન્માન અને મોભો મળી રહે એવા અનેક પ્રેરક પ્રયત્નો શરૂ કરેલ છે.
આ પ્રયત્નોના ભાગરૂપે અખિલ ભારતીય શ્રી લાડી લુહાણા સિંધી પંચાયતના અધ્યક્ષ ધનશ્યામદાસ દેવાનાણીની પ્રેરણાથી સમાજની મહિલાઓ ધ્વારા સમગ્ર ભારતમાં સિંધી સમાજના ઈતિહાસમાં સૌ પ્રથમવાર સમાજના ૧૧ યુગલોનું સમુહ લગ્ન સમારોહનું ગોધરાના પાવન ધરા ઉપર “શ્રી લાડી લુહાણા સિંધી પંચાયત મહિલા મંડળ, ગોધરા” દ્રારા આયોજન કરવામાં આવેલ છે.
જે સિંધી સમાજ ગોધરા સાથે સમગ્ર ભારતની મહિલાઓએ ગર્વ લેવા સમાન છે. નારી શકિતનું ઉત્થાન થાય તેવા સદકાર્ય હેતુથી મહિલા મંડળને એક નેતુત્વ પુરૂ પાડવા સિંધી સમાજના પ્રમુખ મુરલીભાઈ મુલચંદાણી લીધેલ પગલાંને સમાજના તમામ હોદેદારોઓ સાથે સમગ્ર સિંધી સમાજે આવકારીને અભિનંદન પાઠવેલ છે.