Western Times News

Gujarati News

1200 કરોડનો સટ્ટોઃ PI તરલ ભટ્ટ અને સાગરીતોએ કરેલા 55 લાખના તોડકાંડમાં ACBની તપાસ શરૂ

તોડબાજીના નાણાનો ઉપયોગ કયાં કર્યો, બેનામી મિલકતોની તપાસ કરશે-

1200 કરોડથી વધુના ક્રિકેટ સટ્ટો અને ડબ્બા ટ્રેડીગ કૌભાંડમાં હવે ACBએ તપાસ શરૂ કરી

(એજન્સી)અમદાવાદ, રાજયના સૌથી બહુચર્ચીત માધુપુરામાં ઝડપાયેલા ૧ર૦૦ કરોડથી વધુના ક્રિકેટ સટ્ટો અને ડબ્બા ટ્રેડીગ કૌભાંડમાં હવે એસીબીએ તપાસ શરૂ કરી છે. એસએમસીની તપાસમાં પપ લાખનો તોડ પીસીબીના તત્કાલીન પીઆઈ તરલ ભટ્ટ અને તેમની ટોળકીઓઅ કર્યાનું સામે આવ્યું હતું.

જે બાદ એસએમસીની તપાસનો રીપોર્ટના આધારે ડીજી ઓફીસેથી એસીબીને મોકલીને તાત્કાલીક તપાસ કરીને કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. આગામી દિવસોમાં પીઆઈ તરલ ભટ્ઠ અને તેમન ટોળકીને એસીબી સમન્સ આપીને પુછપરછ માટે બોલાવવાની તૈયારી શરૂ કરાઈ છે. ડીજીપીના આદેશના પગલે એસીબીએ આરોપી પીઆઈ તરલ ભટ્ટ અને તેમની ટોળકી વિરૂધ્ધ તપાસ શરૂ કરીને તોડબાજીની રકમ કયાં સગેવગે કરી છે. કોના કોના નામે બેનામી મીલકતો વસાવી છે. બીજુ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે. તે અંગે કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છેકે માધુપુરામાં વર્ષ ર૦ર૩માં પીસીબીના તત્કાલીન પીઆઈ તરલ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા એક ઓફીસમાં રેડ કરીને મહાદેવ બુકીનાં ૧ર૦૦ કરોડનો ક્રિકેટ સટ્ટો અને ડબ્બા ટ્રેડીગ કૌભાંડ પકડયું હતું. જેમાં પીઆઈ તરલ ભટ્ટ અને તેમની ટોળકીએ એક અધિકારીના નામે તોડ કર્યાની ફરીયાદ ડીજી ઓફીસ સુધી પહોચી હતી. વીજીલન્સે તપાસ કરતા પીઆઈ તરલ ભટ્ટ અને તેમની ટોળકીએ મળીને એક આરોપી પાસે કુલ પપ લાખનો તોડ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

આટલું જ નહી ટોળકીએ ૧પ લાખ આરોપીને પરત આપ્યા હતા પરંતુ ૪૦ લાખ પોતાની પાસે રાખ્યા હતા. મહત્વનું છે કે, જુનાગઢમાં પણ પીઆઈ તરલ ભટ્ટ આઅ જ માધુપુરા ક્રિકેટ સટ્ટા હેઠળના કેરળના એક વેપારીનું એકાઉન્ટ સીઝ કરાવીને તોડ કરવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં હાલમાં પીઆઈ તરલ ભટ્ટ જેલના સળીયા પાછળ ધકેલાઈ ચુકયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.