હિઝબુલ્લાહના વધુ એક મોટા કમાન્ડરનું મોત
નવી દિલ્હી, ઇઝરાયેલે દક્ષિણ લેબનોનના ઘણા વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા. આ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહનો એક વરિષ્ઠ કમાન્ડર માર્યાે ગયો હતો.
આ કમાન્ડરનું નામ સામી અબ્દુલ્લા ઉર્ફે અબુ તાલેબ છે. દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાહનો એક વરિષ્ઠ કમાન્ડર માર્યાે ગયો છે. ખુદ હિઝબુલ્લાહે આ વાતની પુષ્ટિ કરી છે.આ હુમલા દક્ષિણ લેબેનોનના જૌઈયા અને અબ્દુલ્લામાં કરવામાં આવ્યા હતા.
આ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના એક વરિષ્ઠ કમાન્ડરનું મોત થયું છે. આ કમાન્ડરનું નામ સામી અબ્દુલ્લા ઉર્ફે અબુ તાલેબ છે, જેનો જન્મ ૧૯૬૯માં થયો હતો.લેબનીઝ સેના સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની શરૂઆતથી જ સામીએ તેમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેઓ દક્ષિણ લેબનોનમાં પ્રાદેશિક પ્રભારી હતા.તમને જણાવી દઈએ કે ગત વર્ષે ૭ ઓક્ટોબરે પેલેસ્ટાઈનના સશસ્ત્ર સંગઠન હમાસે ઈઝરાયેલ પર હુમલો કરીને ૧૨૦૦ લોકોની હત્યા કરી હતી, જ્યારે ગાઝામાં ૨૫૨ લોકોને બંધક બનાવ્યા હતા. આ પછી, હમાસે અડધાથી વધુ બંધકોને મુક્ત કર્યા છે, પરંતુ હજી પણ લગભગ ૧૨૪ ઇઝરાયેલ નાગરિકો તેની કેદમાં છે.
હમાસનું કહેવું છે કે જ્યાં સુધી ઇઝરાયેલ ગાઝામાં તેની સૈન્ય કાર્યવાહી સમાપ્ત કરીને પરત નહીં આવે ત્યાં સુધી તે બંધકોને છોડશે નહીં.તેના જવાબમાં ઈઝરાયેલ અત્યાર સુધીમાં ગાઝા અને પશ્ચિમ કાંઠે ૩૫ હજારથી વધુ પેલેસ્ટાઈનીઓને મારી ચૂક્યું છે.
ઇઝરાયેલ ઇચ્છે છે કે હમાસ પહેલા બંધકોને મુક્ત કરે, ત્યારબાદ તેઓ ગાઝા છોડવાનું વિચારશે. તાજેતરમાં જ હમાસે ઈઝરાયેલને ગાઝામાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, જેને સ્વીકારવાનો ઈઝરાયેલે ઈન્કાર કરી દીધો હતો. તેમનો આરોપ છે કે હમાસ પોતાની શરતો પર યુદ્ધવિરામ ઈચ્છે છે, જે તેમને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.SS1MS