Western Times News

Gujarati News

ગાયના ગોબરથી પર્યાવરણનું સંરક્ષણ કરવામાં મદદ મળશે

પ્રતિકાત્મક

વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ ક્ષેત્રે ભારત તરફથી થયેલા પ્રયાસોને જોતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વૈશ્વિક એનર્જી રિસર્ચ એસોસિએટ્‌સ વીક (સેરાવીક) જેવો વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ નેતૃત્વ એવોર્ડ એનાયત થયો. ઉર્જા અને પર્યાવરણમાં સ્થિરતા જાળવવા પ્રતિ પ્રતિબધ્ધતા દાખવવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ એવોર્ડ એનાયત થયો હતો.

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ પહેલાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના અનેક સન્માનથી નવાજવામાં આવ્યા છે. દેશ માટે આ ગર્વની વાત છે.
દેશની પ્રાકૃતિક ઉર્જા અને પર્યાવરણની જાળવણી કરવી તે દેશવાસીઓની જવાબદારી છે. આ હોળીનો તહેવાર આવવાનો છે. હોળીની આગલી રાતે હોળિકા-દહનની પ્રથા છે. આ વર્ષે હોળિકા પર્વે આપણે વૃક્ષો બચાવવાની પહેલ કરવી પડશે.

જે લોકો સનાતન ધર્મમાં શ્રધ્ધા ધરાવે છે તે લોકો જાણે છે કે સનાતન ધર્મ પ્રત્યેક જીવાત્માનું સન્માન કરે છે. આપણે વૃક્ષોની પૂજા કરીએ છીએ. ભૂમંડળના વધતા તાપમાનના ખતરાથી આપણે અજાણ નથી. હિમખંડો અચાનક તૂટવા, કમોસમી વરસાદ, સમુદ્ર સપાટી ઉંચી જવી વગેરે તેના જ દુષ્પરિણામ છે. વૃક્ષો બચાવીને તેનું સમાધાન થઈ શકે છે.

આપણે શા માટે આ વખતે સંકલ્પ ના લઈએ કે હોળિકા દહન આપણે ગોબરથી બનેલા છાણાથી મનાવીશું. હોળી વખતે લાકડાંનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ. સૂકાં લાકડાંનો પણ નહી. ચેતન ત્યારે જ જ વિકસશે. હવે તો ગોબર કાષ્ઠ પણ મળવા લાગ્યા છે. ગોબરને મશીનમાં નાખીને લાકડાનું રૂપ આપવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે ગાયના છાણાનો ધુમાડો કરવાથી કીટાણુ, મચ્છર વગેરે ભાગી જાય છે.

સનાતન ધર્મમાં યજ્ઞરૂપી આરાધના કરવાની પણ પ્રથા છે. તેવામાં ગાયના છાણાના ઉપયોગથી વાતાવરણમાં શુÂધ્ધ જ નહીં આવે પરંતુ સાÂત્ત્વકતાનો અનુભવ પણ થશે. તેથી જ યજ્ઞ પૂરો થયો પછી હવનકુંડને ઘરમાં ફેરવવામાં પણ આવે છે. કે જેથી ધુમાડાની અસરનો સમગ્ર ઘરમાં ફેલાવો થઈ શકે.

માત્ર હોળિકા દહન જ શા માટે ? આપણે મૃતદેહોના અંતિમ સંસ્કાર પણ ગોબર કાષ્ટ અને છાણાથી શા માટે ના કરીએ ? અમારા વ્રજના ગામોમાંં તો પહેલેથી પ્રથા છે. મૃતદેહને છાણા ઉપર જ અંતિમસંસ્કાર આપવામાં આવે છે. તેને પગલે ગાયનું મહત્વ વધશે અને પર્યાવરણનો પણ બચાવ થશે.

ગાયના ગોબરથી માત્ર છાણા જ તૈયાર નથી થતા પરંતુ ગેસ અને વીજસંકટનો સામનો કરવા માટે ગામડાઓમાં ગોબર ગેસ પ્લાન્ટ પણ લગાવવામાં આવે છે. કોલસા, એલપીજી, ડીઝલ જેવા મોંઘા અને પ્રદૂષણ ઓકતા સ્ત્રોત છે, જ્યારે ગાયના ગોબરમાંથી તૈયાર થતો બાયો ગેસ અખૂટ સ્ત્રોત છે. ગોવંશ રહેશે ત્યાં સુધી આ ઉર્જા આપણને મળતી રહેશે.

ઉપલબ્ધ આંકડાને માનવામાં આવે તો માત્ર એક ગાયના ગોબરમાંથી પ્રતિ વર્ષ ૪પ,૦૦૦ લિટર બાયોગેસ મળે છે. બાયોગેસનો ઉપયોગ કરવાથી ૬ કરોડ ૮૦ લાખ ટન લાકડાં બચાવી શકાય તેમ છે, જે આજે પણ બાળવામાં આવે છે. આમ થતાં ૧૪કરોડ વૃક્ષ કપાતા બચશે અને દેશના પર્યાવરણનું રક્ષણ થશે. તેને પગલે લગભગ ૩ કરોડ ટન ઉત્સર્જીત કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન પણ રોકી શકાશે.

આટલું જ નહીં ગોબર ગેસ પ્લાન્ટ થકી ગેસ વગેરેની પ્રાપ્તિ પછી બચેલા પદાર્થનો પણ ખેતી માટે જૈવિક ખાતર તૈયાર કરવા થઈ શકે. બધા જાણે છે કે છાણિયું ખાતર ખેતી માટે અમૃત સમાન છે. છાણિયું ખાતર જ ઉત્તમ ખાતર છે. રાસાયણિક ખાતર આપણી રોગપ્રતિકારક ક્ષમતાને સતત ઓછી કરે છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓને સ્થાને ગાયના છાણનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે તો બીજી તરફ તેનજા થકી ઉત્પ્ન્ન શાક, ફળફળાદી અને અનાજની ગુણવત્તા પણ જળવાય છે.

વિજ્ઞાનીઓનું કહેવું છે કે ગાયના ગોબરમાં વિટામીન બી-૧રની માત્રા સારી હોય છે. તે કિરણોત્સર્ગને પણ શોષી લે છે. આજે મોબાઈલ ફોનમાંથી નીકળતા કિરણોત્સર્ગથી પણ બચી શકાય છે. અમારા દિલ્હીના કાર્યાલય અને વૃંદાવનના ઘરની દિવાલો પર ગાયના છાણ અને માટીની ભેળવણીનો લેપ અનેક વર્ષોથી લાગેલો છે. તે દિવાલો પર અનેક વર્ષોથી કોઈ કરોળિયાના જાળા દેખાયા નથી. અને ગરોળી પણ નથી જોવા મળી. ઘર અને કાર્યાલયે છાણ માટીનો લેપ લગાવીને સાÂત્ત્વકતાનો અહેસાસ પણ કર્યો છે. તે દિવાલોની જાળવણી પણ સરળ હોય છે.

ઈટાલીના જાણીતા વિજ્ઞાની પ્રો જી.ઈ. બ્રિગેડે ગોબરના અનેક પ્રયોગો કરીને સિધ્ધ કર્યુ છે કે ગાયના તાજા છાણની મદદથી મેલેરિયાન અને ટીબીના બેક્ટેરિયા ખતમ થઈ જાય છે. પરમાણુ વિકિરણથી મુક્તિ માટે જાપાનના લોકો પર ગોબરને અપનાવી રહ્યાં છે. ગોબર આપણી ત્વચાને ધાધર, ખરજવા અને ઈજા વગેરેમાં મદદરૂપ બને છે.

આવી તમામ જાણકારી એક્ત્ર કરીને તેના પ્રચારમાં લાગેલા વિજ્ઞાની સત્યનારાયણ દાસ કહે છે કે વિદેશી ઈતિહાસકારો અને માર્ક્સવાદી ચિંતકોએ વૈદિક શાસ્ત્રોમાં ઉપયોગમાં લેવાયેલી સંસ્કૃત ભાષાનો ઉપરનો અર્થ સમજાવીને ભ્રાંતિ ફેલાવી છે. તે ઈતિહાસકારોએ તે બતાવવા પ્રયાસ કરી રહ્યાં છે કે વૈદિક કાળના આર્ય ગૌમાંસને આહારમાં લેતા હતા. આ વાહિયાત વાત છે. ગૌધન જેવા શબ્દના અર્થનો અનર્થ કરવામાં આવ્યો. શ્રી દાસના જણાવ્યા મુજબ વૈદિક સંસ્કૃતમાં એક જ શબ્દના અનેક અર્થ નીકળતા હતા. તે શબ્દોને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાં સમજવા રહ્યાં. આ વિદેશી ઈતિહાસકારો વૈદિક સંસ્કૃતની સમજ ના ધરાવતા હોવાથી આવી ભૂલ કરી રહ્યાં છે. આઈઆઈટીથી બીટેક અને અમેરિકાથી એમટેક અભ્યાસ કરી ચૂકેલા બાબત શ્રી દાસ ગોસેવાને સૌથી મોટો ધર્મ માને છે.

બીજી તરફ ગુજરાતમાં ધર્મ બંધુ સ્વામી ૮૦,૦૦૦ ગાયોની વ્યવસ્થામાં લાગેલા છે. બરસાનાના વિરક્ત સંત શ્રી રમેશબાબાની છત્રછાયામાં પપ,૦૦૦ ગોવંશનું પાલન થઈ રહ્યું છે. આવા તમામ સંત, સમાજસેવક અને ભારતના કરોડો સામાન્ય લોકો ગોમાતાની તન, મન અને ધનથી સેવા કરે છે. હવે સમય આવી ગયો છે કે ભારત સરકાર અને પ્રાદેશિક સરકારો ગોવંશની હત્યા પર કડક પ્રતિબંધ લગાવે અને તેના સંવર્ધન માટે નક્કર પ્રયાસ કરે. શહેરી જનતાએ પણ પોતાની બુÂધ્ધ શુધ્ધ કરવી જોઈએ.

ગોવંશની હત્યા પર કડક પ્રતિબંધ લગાવે અને તેના સંવર્ધન માટે નક્કર પ્રયાસક રે. શહેરી જનતાએ પણ પોતાની બુÂધ્ધ શુધ્ધ કરવી જોઈએ. ગોવંશની સેવા અમારી પરંપરા તો છે જ. પરંતુ આજના પ્રદૂષત વાતામવરણમાં તંદુરસ્ત રહેવાની પણ જરૂર છે. આપણે જેટલા ગોમાતાની નજકી રહીશું તેટલા જ તંદુરસ્ત અને પ્રસન્ન રહીશું. તેથી આગામી હોલિકા દહનમાં આપણે વધુમાં વધુ ગાયના ગોબરના છાણા કે પછી ગોબર કાષ્ટનો ઉપયોગ કરવો જોઈએ અને દેશના પર્યાવરણને સુરક્ષિત રાખવામાં યોગદાન કરવું જોઈએ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.