Western Times News

Gujarati News

રેમન્ડ રિયલ્ટીએ બાંદ્રામાં બીજો 2000 કરોડનો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ મેળવ્યો

ü  રિડેવલપમેન્ટ માટે પસંદગીના ડેવલપર તરીકે રેમન્ડ રિયલ્ટીની પસંદગી

ü  બાંદ્રામાં બીજા પ્રોજેક્ટની અંદાજિત ડેવલપમેન્ટ વેલ્યુ રૂ. 2,000 કરોડથી વધુ

ü  બાંદ્રામાં પ્રતિષ્ઠિત લેન્ડમાર્ક, આ પ્રોજેક્ટ 2 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે

ü  રેમેન્ડ રિયલ્ટીએ બાંદ્રા, સાયન અને માહિમમાં રૂ. 5,000 કરોડથી વધુની આવકની સંભાવના સાથે ત્રણ જેડીએ ઉપર હસ્તાક્ષર કર્યાં

મુંબઇ, સોમવાર10 જૂન2024: રેમન્ડ ગ્રૂપની રિયલ એસ્ટેટ કંપની રેમન્ડ રિયાલ્ટીએ આજે જાહેર કર્યું હતું કે તેને મુંબઇમાં બાંદ્રા ઇસ્ટ ખાતે વધુ એક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ – એમઆઇજી VI સીએચએસ લિમિટેડના રિડેવલપમેન્ટ માટે પસંદ કરવામાં આવ્યું છે. Raymond Realty bags second redevelopment project in Bandra (East).

આજે રેમન્ડ લિમિટેડના બોર્ડે પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. રેમન્ડ રિયલ્ટીએ રિડેવલપમેન્ટ માટે સોસાયટીના સદસ્યો દ્વારા 100 ટકા મત સાથે આ પ્રોજેક્ટ મેળવ્યો છે. આ પ્રોજેક્ટ મુંબઇમાં સૌથી વધુ માગ ધરાવતા રેસિડેન્શિયલ વિસ્તારો પૈકીના એકમાં વ્યૂહાત્મક રીતે સ્થિત છે

અને બાંદ્રા ઇસ્ટમાં પ્રતિષ્ઠિત લેન્ડમાર્ક તરીકે ઓળખાય છે. આ પ્રોજેક્ટના સમયગાળા દરમિયાન રૂ. 2,000 કરોડથી વધુની આવક પ્રાપ્ત થવાનો પણ અંદાજ છે. પ્રોજેક્ટમાં વિસ્તરણ મુંબઇ મેટ્રોપોલિટન રિજનમાં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં કંપનીની આક્રમક વૃદ્ધિ યોજનાઓને અનુરૂપ છે.

આ પહેલાં રેમેન્ડ રિયલ્ટીએ માહિમ, સાયન અને બાંદ્રામાં અંદાજિત રૂ. 5,000 કરોડથી વધુની ડેવલપમેન્ટ મૂલ્ય સાથે ત્રણ જોઇન્ટ ડેવલપમેન્ટ કરાર ઉપર હસ્તાક્ષર કર્યાં હતાં. આ પ્રોજેક્ટના ઉમેરા સાથે અમલીકરણ હેઠળ પ્રોજેક્ટ્સનું ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ (જીડીવી) મુંબઇ શહેરમાં આશરે રૂ. 7,000 કરોડ થશે. બાંદ્રામાં વધુ એક પ્રોજેક્ટના ઉમેરાથી આ વિસ્તારમાં અગ્રણી ડેવલપર્સ પૈકીના એક તરીકે કંપનીની ઉપસ્થિતિ મજબૂત થઇ છીએ.

આ ઉપરાંત એમઆઇજી VI સીએચએસના સોસાયટીના સદસ્યો તરફથી 100 ટકા વોટ વૈભવી રહેવાની જગ્યાઓ પ્રદાન કરવા માટેની કંપનીની કટીબદ્ધતાને દર્શાવે છે તેમજ વિશાળ સોસાયટી અને એમએચએડીએ રિડેવલપમેન્ટને હેન્ડલ કરવામાં તેની કુશળતાને હાઇલાઇટ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.