સુરતમાં બે વર્ષના બાળકનું સાતમા માળેથી પટકાતા મોત
(એજન્સી)સુરત , સુરતમાં માતા પિતા માટે લાલબત્તી તમામ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના પાલ વિસ્તારમાં ફ્લેટમાં સાતમો માળેથી નીચે પટકાતાં મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર પાલ શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડીંગમાં બિલ્ડીંગના સાતમા માળેથી પટકાતા બે વર્ષીય બાળકનું મોત થયું હતું. હાઉસ કીપિંગનું કામ કરતી માતા બે વર્ષીય બાળકને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી.
માતા કામ કરી રહી હતી,તે દરમિયાન બાળક રમતા રમતા સાતમા માળેથી નીચે પટકાયું હતું. સાતમા માળેથી બાળક નીચે પટકાતા કમકમાટી ભર્યું મોત થયું હતું. બે વર્ષીય ભવ્ય બિલ્ડીંગના સાતમા માળે દાદર પાસે રમી રહ્યો હતો.
સાતમા માળેથી નીચે પડતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તબીબોએ બાળકના મૃત જાહેર કર્યો હતો. હચમચાવનારી આ ઘટના અન્ય માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો છે. પાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.