મ્યુનિ. કોર્પો.ની બેદરકારીઃ શાળાઓ, સુપર મોલ્સ, મીની પ્લેક્સ સામે આંખ આડા કાન કર્યાં
અમદાવાદમાં ૧પ કરતા વધુ મોટા ખાણીપીણી બજાર પરંતુ માત્ર એક અર્બન ચોકને સીલ કરી તંત્રએ સંતોષ માન્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના પગલે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સુષુપ્ત અધિકારીઓ થોડા દિવસ માટે સફાળા જાગ્યા હતા તથા કેટલાક ઠેકાણે તપાસ કરી મિલકતો સીલ કરી હતી ત્યારબાદ તંત્ર ફરીથી સુષુપ્ત અવસ્થામાં આવી ગયું છે. છેલ્લા બે ત્રણ દિવસથી મ્યુનિ. કોર્પોરેશનના ફાયર તેમજ એસ્ટેટ વિભાગ તરફથી કોઈ જ મોટી કાર્યવાહી કરવામાં આવી નથી.
ચોંકાવનારી બાબત એ છે કે તંત્ર દ્વારા દરેક પ્રકારની મિલકતોના ગણતરીના એકાદ બે નંગ સીલ કરવામાં આવ્યા છે જયારે તેવા જ પ્રકારની ગેરરીતિ સાથે ચાલતા અન્ય મિલકતો સામે આંખ આડા કાન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શાળાઓ તેમજ પ્રિનર્સરી શાળાઓ સામે હજી તંત્રએ દ્રષ્ટીપાત શુધ્ધા કર્યો નથી.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રાજકોટ દુર્ઘટના બાદ ફાયર એનઓસી અને બીયુ પરમીશનના કારણોસર ઉત્સાહભેર બે હજાર કરતા વધુ મિલકતોની ચકાસણી કરવામાં આવી છે જે પૈકી માત્ર ર૧પ મિલકતોને સીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા જે મિલકતો સીલ કરવામાં આવી છે તેમાં ગેમઝોન, અર્બન ફ્રુડચોક, હોસ્પિટલો વગેનો સમાવેશ થાય છે.
અમદાવાદ શહેરના અન્ય વિસ્તારમાં અર્બન ફ્રુડચોક જેવા જ ખાણીપીણી બજાર અÂસ્તત્વમાં છે પરંતુ તંત્રએ માત્ર એક જ ફ્રુડચોક સીલ કરીને સંતોષ માન્યો છે જયારે બાકીના ફ્રુડચોક સામે કાર્યવાહી કરવા માટે સ્ટાફનો અભાવ હોવાનું કારણ આપવામાં આવી રહયું છે તેવી જ રીતે શહેરની મોટાભાગની શાળાઓના બિલ્ડીંગના ટેરેસ પર કે પા‹કગમાં પાટીશન કે શેડ બનાવી દેવામાં આવે છે.
જે પણ ગેરકાયદેસર છે તેમ છતાં તેની સામે હજી સુધી તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. સૌથી ભયાનક બાબત એ છે કે અમદાવાદ શહેરમાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રિનર્સરી સ્કુલો ચાલી રહી છે જેને કોઈપણ સરકારી સંસ્થા દ્વારા માન્યતા આપવામાં આવી નથી.
સુરતમાં તક્ષશીલા કાંડ થયો હતો તે સમયે આવી નર્સરી સ્કુલો અને કોચીંગ કલાસને શૈક્ષણિક સંસ્થા તરીકે માન્યતા આપવા ચર્ચા ચાલી હતી પરંતુ ત્યારબાદ તેમાં કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને આવી પ્રિ સ્કુલો તેમજ કોચીંગ કલાસ જીવતા જ્વાળામુખી સમાન બની રહયા છે પરંતુ તંત્ર તેની તરફ કોઈ જ ધ્યાન આપી રહયું નથી.
મ્યુનિ. ફાયર વિભાગ દ્વારા અગાઉની જેમ મોટી હોસ્પિટલો સામે કાર્યવાહી થઈ છે પરંતુ હોટેલ, સુપર મોલ્સ, મીની પ્લેક્સ, મલ્ટીપ્લેકક્ષ, વગેરે સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. અમદાવાદ શહેરમાં પ૦ કરતા વધુ મીની ફલેક્ક્ષ થિયેટરો છે જે પૈકી મોટાભાગના મીની ફલેકક્ષ થિયેટરમાં કોઈ દુર્ઘટના થાય તો બચાવ કામગીરી માટે કોઈ જ રસ્તો રહેતો નથી.
તેવી જ રીતે જે સુપર મોલ્સ છે તેમાં પણ ભયજનક પરિસ્થિતિ જોવા મળે છે. ખાસ કરીને તેલ કે ઘી જેવા જ્વલનશીલ પદાર્થને એન્ટ્રી કે એકઝીટના ગેટ પાસે જ મુકવામાં આવે છે તેથી જયારે આગ જેવી હોનારત થાય ત્યારે અંદર રહેલા લોકોને નીકળવા માટે કોઈ રસ્તો રહેતો નથી. અમદાવાદ શહેરની મોટી મોટી હોટલોમાં પણ ટેરેસ પર શેડ બનાવી દેવામાં આવ્યા છે.
બીયુ પરમીશન મેળવ્યા બાદ કોમર્શિયલ કોમ્પલેક્ષોમાં મનફાવે તેમ બાંધકામ થાય છે પરંતુ એસ્ટેટ વિભાગ આ મામલે કોઈ જ ધ્યાન આપી રહયું નથી. જયારે ફાયર વિભાગે તો જમાલપુર મધ્યસ્થ સ્ટેશન પર અરજી સ્વીકારવાની જ સ્પષ્ટ ના કહી દીધી છે
તથા જે વિસ્તારની અરજી હોય તે વિસ્તારના ડીવીઝનલ ઓફિસરને જ અરજી આપવી તેઓ મનઘડત હુકમ કર્યો છે. આવા સંજોગોમાં નાગરિકોની હાલત દયનીય બની રહી છે જયારે નાના ભુલકાઓને ફરીથી જ્વાળામુખીની ટોચ પર બેસાડી રહયા હોય તેમ લાગી રહયું છે.