ઘરે બેસીને કામ કરીને પૈસા કમાવવાની લાલચ તમને ભારે પડી શકે છે
ઘરે બેઠા પ્રોડકટને રેટીગ આપવાનાં ટાસ્કના નામે છેતરનારી ગેંગ પકડાઈ
ઓનલાઈન કામ કરીને અને ઘરે બેસીને કામ કરીને લાખો રૂપિયા કમાવવાની જાહેરાતો અખબારમાં દરરોજ આવે છે. જેમાં ખાસ કરીને યુવાનો ઘરે બેઠા બેઠા મોટી રકમ કમાવવાની લાલચમાં આવી જાય છે. તેમની પાસેથી ઠગ ટોળકી પહેલાં રજીસ્ટ્રેશનના નામે રૂપિયા ભરાવે છે અને ટુકડે ટુકડે મોટી રકમો ભરાવડાવે છે.
(એજન્સી)અમદાવાદ, ટેલિગ્રામ, યુટયુબ પર વીડિયો લાઈક અને શેર કરવાનાં ટાસ્ક પુરાં કરી ઘરે બેઠા રોજના ૧ હજારથી ર હજાર કમાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિડી કરતી ટોળકીના ત્રણ લોકોની સાઈબર ક્રાઈમે ધરપકડ કરી છે. તેમની પાસેથી મળી આવેલી ૮ પાસબુકની તપાસ કરતા ૧૧૬ ખાતેદારોના કરોડો રૂપિયા તેમના એકાઉન્ટમાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.આથી આ ટોળકીએઅ દેશભરમાં ૧૧૬ લોકો સાથે તો છેતરપિડી કરી જ છે.
પરંતુ મુખ્ય સુત્રધાર પકડાયા બાદ છેતરપિડીની આંકડો વધવાની શકયતા પોલીસને નકારી નથી. ઘરે બેઠા પ્રોડકટમાં ફાઈવસ્ટાર રેટીગ આપીને રોજના ૮૦૦થી રૂ.૧ હજાર કમાવવાની જાહેરાત જોઈને અમદાવાદના પંકજભાઈ નામના નાગરીક આ સ્કીમમાં જોડાયા હતા. શરૂઆતમાં ગઠીયાઓએ પંકજભાઈએ ભરેલા પૈસા અને કમીશ્નરની રકમ તેના ખાતામાં જમા કરી હતી.
ત્યારબાદ આગળના ટાસ્કની પ્રોસેસીગ ફી ર્ને અન્ય ચાર્જ પેટે તેમની પાસેથી રૂ.પ.૯ર લાખ પડાવી લીધા હતા. પંકજભાઈની ફરીયાદના આધારે સાઈબર ક્રાઈમની ટીમે વિકાસ ધર્મેન્દ્રભાઈ પટેલ ઉ.વ.રપ ઈસનપુર મીતીનસિંહ ઉર્ફે રેમો ભરતસિંહ રાઠોડ ઉ.૪૦ ન્યુ. મણીનગર અને ડીકેશ પ્રફુલ્લભાઈ પટેલ ઉ.પર વડોદરાને ઝડપી લીધા હતા.
સાઈબર ક્રાઈમના ડીવાયએસપી હાર્દિક માકડીયાએ આ કેસ બાબતે જણાવયું હતું કે, ત્રણ પૈકી મીતીનસિંહ નામના આરોપી પાસેથી આઠ પાસબુક મળી આવી હતી. તે પાસબુકની તપાસ કરતા તે આઠ એકાઉન્ટમાં જુદા જુદા ૧૧૬ બેક એકાઉન્ટમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા હતા.
આથી પ્રથમ દ્રષ્ટિએ આ ટોળકીએ ૧૧૬ લોકો સાથે તો છેતરપિડી કરી જ છે. જોકે આ ૧૧૬ ખાતેદારોમાંથી કેટલા લોકોએ પોલીસ ફરીયાદ કરી છે તે દિશામાં સાઈબર ક્રાઈમની ટીમે તપાસ શરૂ કરી છે. જયારે બીજી બાજુ આ ટોળકીના અન્ય સાગરીતો દિલ્હી, મુંબઈ, ઉત્તરાખંડ, સહીતના રાજયોમાં હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
આ ટોળકી રેટીગ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ, યુ ટયુબ પર વીડીયો લાઈક શેર કરવાના ટાસ્ક પુરાં કરવાના બહાને પણ લોકો સાથે છેતરપિડી કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.