ગુજરાતમાં DAP ડુપ્લીકેટ ખાતરનો ધિકતો ધંધોઃ ખેડૂતો સાથે છેતરપિંડી કરતી મહેસાણાની કંપની
કોડીનારમાં ડુપ્લીકેટ ડી.એ.પી. ખાતર પધરાવી દેનાર ચાર શખ્સ ઝડપાયા
મહેસાણાની ક્રોપ્સ ફર્ટીલાઈઝર કે જેઓ પાસે ફર્ટીલાઈઝર મેન્યુફેકચરીગનું લાઈસન્સ હોય અને તેમા એનપીકે બાયોપોટાસ હોય અને પ્રોડકટ બનાવવાનું લાઈસન્સ હોય અને તેમ છતાં તેઓએ ડુપ્લીકેટ ડીએપી ખાતરની થેલીઓ બનાવી થેલીઓમાં પૈક કરી ખાતર વેચી છેતરપિડી કરી રહી છે
રાજકોટ, કોડીનાર પંથકમાં ડુપ્લીકેટ ડીએપી ખાતર પધરાવીને ખેડુતો સો છેતરપિડી કરાતી હોવાનો વીડીયો વાયરલ થતાં આ અંગે કોડીનાર કિસાન એકતા સમીતી દ્વારા ખેતી નિયામક અધિકારી ગીર સોમનાથને ખાતર બાબતે તપાસ કરવા આપેલી અરજી અનુસંધાને પોલીસે તપાસ કરતા ડુપ્લીકેટ ડીએપી ખાતર પુરુ પાડવાનાર તડ ગામના એક શખ્સ સહીત ચાર સામે ગુનો નોધીને ઝડપી લીધા છે.
પોલીસે કરેલી તપાસમાં ડીએપી ડુપ્લીકેટ ખાતરનું પગેરું ઉનાના તડ ગામ સુધી પહોચતા પરેશભાઈ પુંજાભાઈ લાખણોત્રા રહે. તડ વાળાને ઝડપીને પુછપરછ કરતા પોતે ડુપ્લીકેટ ડીએપી ખાતર જુનાગઢના મુળરાજ ઉર્ફે મુળુભાઈ નારણભાઈ ચાવડા રહે. જુનાગઢ વાળા મારફત કોપ્સ ફર્ટીલાઈઝર કંપની મહેસાણા પાસેથી લીધું હતું.
આથી પોલીસે કમીશન એજન્ટ મુળરાજ ઉર્ફે મુળુભાઈ નારણભાઈ ચાવડાની અટક કરીને તાત્કાલીક કોપ્સ ફર્ટીલાઈઝર કંપની મહેસાણાના જવાબદાર ભાર્ગવભાઈ કૃષ્ણકાંત રામાનુજ રહે. આ ચાંદખેડા અમદાવાદ કે જેઓ આ કંપનીમાં મુખ્ય વ્યકિત તરીકે કામ કરતા હોય તથા નંદકિશોર ઉર્ફે નંદુભાઈ બાબુલાલ લોહાર રહે. ચાંદખેડા
અમદાવાદ કે જેઓ કંપનીના ડાયરેકટર હોય આ બંનેની અટક કરી ચારેય શખસોને નવાબંદર મરીન પોલીસ સ્ટેશન લાવી પુછતાછ કરી હતી. જેમાં પરેશભાઈ પુંજાભાઈ લખાણીત્રા રહે. હડ વાળાએ વગર લાઈસન્સને પોતાની તડ ખાતે આવેલા કિશાન એગ્રોમાં મુળરશાજ ઉર્યે મુળુભાઈ નારણભાઈ ચાવડા મારફત ડુપ્લીકેટ ડીએપી ખાતર ક્રોપ્સ ફર્ટીલાઈઝર કંપની મહેસાણા ખાતેથી મંંગાવી
કોડીનારનો મીતીયાજ ગામના ખેડૂતોને વેચ્યું હોવાનું બહાર આવ્યું હતું. ક્રોપ્સ ફર્ટીલાઈઝર કંપની મહેસાણા કે જેઓ પાસે ફર્ટીલાઈઝર મેન્યુફેકચરીગનું લાઈસન્સ હોય અને તેમા એનપીકે બાયોપોટાસ હોય અને પ્રોડકટ બનાવવાનું લાઈસન્સ હોય અને તેમ છતાં તેઓએ ડુપ્લીકેટ ડીએપી ખાતરની થેલીઓ બનાવી થેલીઓમાં પૈક કરી ખાતર વેચી છેતરપિડી કરતાં હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું.