ઓસ્ટ્રીયામાં મહિને રૂ.૧પ લાખ ભાડું આપીને રહેતા રાજદૂતને ભારત પરત બોલાવ્યા
રેણું પાલ પર નાણાંકીય હેરાફેરીનો આરોપ મુકવામાં આવ્યો
(એજન્સી) નવીદિલ્હી, ભારતે ઓસ્ટ્રેયામાં રાજદૂત તરીકે પોસ્ટ કરાયેલ રેનું પાલને દેશમાં પરત બોલાવી લીધા છે. કહેવામા આવી રહ્યુ છે કે રેનુએ તેના નામે ૧પ લાખ રૂપિયાનો એપાર્ટમેન્ટ ભાડે લીધો હતો. વિદ્યેશ મંત્રાલયે નોંધ્યુ હતુ કે તેમણે સરકારી ફંડમાં ઘણી પ્રકારની અનિયમિતતાઓ આચરી હતી અને તેના પર નાણાંકીય હેરાફેરીનો પણ આરોપ મુકવામાં આવ્યો છે.
રેનુ પાલ ૧૯૮૮ની બેચના વિદેશી સેવાના અધિકારી છે અને આવતા મહિનામાં ઓસ્ટ્યામાં તેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હતો. આ સમગ્ર મામલાની તપાસ કેન્દ્રીય તકેદારી આયોગ (સીવીસી) અને વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહી છે.
આ તપાસમાં જાણવા મળ્યુ હતુ કે તેમણે મંત્રાલયની પરવાનગી લીધા વગર સરકારી આવાસો પર કરોડો રૂપિયાની કમાણી કરી હતી. સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ કે રાજ્દ્વારી વેટ રીફંડ અને વિવિધ પ્રકારની સરકારી મંજુરીના નામે છેતરપીંડી કરી રહ્યા હતા. મુખ્ય વિજીલન્સ અધિકારીની આગેવાની હેઠળની ટીમ સપ્ટેમ્બરમાં વિયેના ગઈસ હતી.
અને ટીમે તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. સીવીસીને આપેલા અહેવાલમાં ટીમ તરફથી પહેલીવાર આર્થિક અનિયમિતતાની પુષ્ટી કરવામાં આવી છે. આ ઉપરાંત ભંડોળનો દુરૂપયોગ અને નિયમોનું ઉલ્લંઘન પણ કરાયુ છે. ૯ ડીસેમ્બરે, મંત્રાલયે રેનુ પાલની ભંડોળનો દુરૂપયોગ અને નિયમોનું ઉલ્લંઘન પણ કરાયુ છે. ૯મી ડીસેમ્બરે મંત્રાલયે રેનુ પાલની હેડ ક્વાર્ટસમાં બદલી કરી દીધી હતી. વળી, રાજદૂતની બધી સત્તાઓ પણ તેમની પાસેથી પાછી ખંચી લેવામાં આવી હતી. પાલ રવિવારે સાંજે વિયેનાથી પરત આવ્યા હતા.