જૂન મહિનામાં સામાન્યથી વધુ જોવા મળશે હીટવેવની અસર

નવી દિલ્હીઃ આ વર્ષ સમગ્ર ભારતમાં લોકો ભીષણ ગરમીથી પરેશાન થયા છે. આ વખતે દેશમાં લોકોએ હીટવેવની સાથે ગરમીનો લાંબા સમય સુધી સામનો કર્યો છે. ત્યારે આઈએમડીએ હીટવેવ અને ગરમીને લઈને કેટલાક ચોંકાવનાર આંકડા જારી કર્યા છે.
આંકડા પ્રમાણે, ઓડિશાએ સૌથી આત્યંતિક હવામાનનો અનુભવ કર્યો અને સૌથી વધુ દિવસ (૨૭) સુધી ભીષણ ગરમીનો સામનો કર્યો અને ચાર્ટમાં સૌથી ઉપર બન્યો રહ્યો. ૧ માર્ચથી ૯ જૂન દરમિયાન નોંધાયેલા લિસ્ટમાં ઓડિશા પછી પશ્ચિમી રાજસ્થાન (૨૩ દિવસ), ગંગીય પશ્ચિમ બંગાળ (૨૧ દિવસ) અને દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ (પ્રત્યેક ૨૦ દિવસ) ભીષણ ગરમી રહી. આ સંખ્યા આ ક્ષેત્રોમાં સામાન્ય રૂપથી વર્ષમાં થનારી સંખ્યાથી ડબલથી પણ વધારે હતી.
દિલ્હીમાં પણ અત્યાર સુધી કુલ ૨૩ દિવસ હીટવેવના થઈ ગયા છે. આઈએમડીએ કહ્યું કે, ભારતના ઉત્તરી ભાગમાં ‘ગંભીર હીટવેવની સ્થિતિ’ આગામી ૪-૫ દિવસ સુધી રહેવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશના ઠંડા ઉંચાઈ વાળા ક્ષેત્રોમાં પણ ૧૨ હીટવેવ દિવસ નોંધાયા, જે બાદ સિક્કિમ (૧૧), જમ્મુ અને કાશ્મીર (૬) અને ઉત્તરાખંડ (૨)નું સ્થાન રહ્યું.