એમેઝોન ઈન્ડિયાએ વોલન્ટિયરિંગના વૈશ્વિક મહિનામાં કર્મચારી સ્વયંસેવકોની ભાગીદારીના રેકોર્ડનું સર્જન કર્યું
- એમેઝોન ઈન્ડિયાએ મહિલા સશક્તિકરણ,ટકાઉપણું, ખાદ્ય સુરક્ષા અને શિક્ષણ જેવા મુદ્દાને સંબોધિત કરતા, ગ્લોબલ મંથ ઓફ વોલન્ટિયરિંગમાં કર્મચારીઓની રેકોર્ડ ભાગીદારી નોંધાવી
- ઑફિસમાં,વર્ચ્યુઅલ અને ઑફ-સાઇટ પ્રવૃત્તિઓ માટે 55થી વધુ બિન નફાકારક ભાગીદારી કરીને, સમગ્ર ભારતમાં 400થી વધુ સ્વયંસેવી તકોનું સર્જન કરવામાં આવ્યું.
- કર્મચારીઓએ સમુદાયોને સશક્ત કરવામાં,છોકરીઓ માટે STEM શિક્ષણને પ્રોત્સાહન આપવા, કચરામાં ઘટાડો કરવા, ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા અને શાળાઓમાં ભણતરની જગ્યાઓને પુનર્જીવિત કરવામાં મદદ કરી હતી.
બેંગ્લોર, Amazon.in એ આજે જાહેરાત કરી હતી કે મે 2024માં ઉજવવામાં આવેલા ગ્લોબલ મંથ ઓફ વોલન્ટિયરિંગમાં ભારતમાં કોર્પોરેટ કર્મચારીઓ અને સહયોગીઓ સહિત 1.1 લાખ એમેઝોન કર્મચારીઓની રેકોર્ડ ભાગીદારી નોંધાઈ છે, જે 100%નો વાર્ષિક વધારો દર્શાવે છે. જે પ્રભાવનું સર્જન કરવા તેમજ સમુદાયો સાથે જોડાવા માટે કંપનીની ઊંડી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. Amazon India Sets Record for Employee Volunteer Participation in Global Month of Volunteering
સ્વયંસેવી પ્રયાસોના માધ્યમથી, એમેઝોને મહિલા સશક્તિકરણ, ટકાઉપણું, ખાદ્ય સુરક્ષા અને શિક્ષણ જેવા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપ્યું છે. શિક્ષિત કરવા, પ્રેરણા આપવા અને કનેક્ટ કરવાના મિશન સાથે, Amazon.in એ 55થી વધુ બિન-લાભકારી સંસ્થાઓ સાથે ભાગીદારી કરીને સમગ્ર ભારતમાં 400થી વધુ સ્વયંસેવી તકો ઊભી કરી છે, જ્યાં કર્મચારીઓ ઓફિસમાં, ઓફિસની બહાર તેમજ વર્ચ્યુઅલ સ્વયંસેવીની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે.
“Amazon ખાતે, અમે જે સમુદાયોની સેવા કરીએ છીએ તેમની સુખાકારી જ અમારી સફળતાનો મુખ્ય આધાર છે. અમારો સ્વયંસેવીનો વૈશ્વિક મહિનો અમારા કર્મચારીઓને એક કરે છે અને તેમને વાસ્તવિક પરિવર્તન લાવવા માટે સક્ષમ બનાવે છે. GMV દ્વારા, અમે સમગ્ર ભારતમાં 1.36 લાખથી વધુ લાભાર્થીઓના જીવનને પહેલાથી જ પ્રભાવિત કર્યું છે,” તેમ એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને કન્ટ્રી મેનેજર મનીષ તિવારીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે સમગ્ર વર્ષ દરમિયાન કાયમી અસર છોડવા માટે પ્રતિબદ્ધ છીએ અને વધુ સારા માટે અમારા સંસાધનોનો મહત્તમ લાભ લેવાનું ચાલુ રાખીશું, અમે જે સમુદાયોમાં રહીએ છીએ અને કામ કરીએ છીએ તેમના માટે સારા પાડોશી બનવાના પ્રયત્ન કરીશું.”
Amazon.inએ સ્વ-સહાય જૂથોને પ્રોત્સાહન આપીને સમુદાયોના સમર્થન અને સશક્તિકરણ માટે સ્વયંસેવકો સહિત અર્થપૂર્ણ અને પ્રભાવી પ્રવૃત્તિઓ દ્વારા સારા માટે વૈશ્વિક બળ તરીકે સ્વયંસેવાને આગળ કરવા સ્વયંસેવકોને રોક્યા હતા, જેનો હેતુ ટકાઉ આજીવિકા માટે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા સ્થાનિક , વિવિધ બિનનફાકારક સહયોગ દ્વારા STEM શિક્ષણમાં કન્યા વિદ્યાર્થીઓને મદદરૂપ થવું;
કચરામાં ફેંકાયેલા કાપડને થેલીઓમાં રૂપાંતરિત કરી કચરો ઘટાડવામાં મદદરૂપ થવું તેમજ ટકાઉ અને પર્યાવરણ પ્રત્યે વધુ સભાન સમુદાયના સર્જન માટે પ્રોત્સાહિત કરતા સ્વ-નિર્ભર રોપાઓનું વાવેતર કરવાનો, જરૂરિયાતમંદ વર્ગમાં તૈયાર ભોજન અને દાળ તેમજ ચોખા જેવા આવશ્યક કરિયાણા સહિતની રાશન કિટનું વિતરણ કરવાનો,તેમજ સંયોજાત્મક લર્નિંગ મોડ્યુલનું સર્જન કરીને ઇન્ટરેક્ટિવ ક્લાસ, પુનઃસ્થાપિત પુસ્તકાલયો, શાળાઓની સર્જનાત્મકતા અને જ્ઞાનના જીવંત કેન્દ્રોમાં રૂપાંતરણ કરવા સહિત શીખવાની જગ્યાઓને પુનર્જીવિત કરવાનો સમાવેશ થાય છે.
એમેઝોન વિવિધ પ્રભાવશાળી પહેલોના માધ્યમથી સમુદાયોના સશક્તિકરણમાં નોંધપાત્ર પ્રગતિ કરવાનું આગળ ધપાવે છે. એમેઝોને દેશભરમાં 7.8 મિલિયનથી વધુ લોકોને હકારાત્મક રીતે પ્રભાવિત કર્યા છે. પોતાના બહોળા સંસાધનો અને નવીન ક્ષમતાઓનો લાભ લઈને, એમેઝોન સમાજના નબળા વર્ગને આવશ્યક શિક્ષણ અને કૌશલ્યની તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
એમેઝોન ફ્યુચર એન્જિનિયર જેવા કાર્યક્રમોનો હેતુ કોમ્પ્યુટર સાયન્સના શિક્ષણમાં અંતરને દૂર કરીને વિવિધ પૃષ્ઠભૂમિના યુવા વિદ્યાર્થીઓને તેમની ભાવિ કારકિર્દી માટે નિર્ણાયક કૌશલ્યો મેળવવાની તક આપવાનો છે. આ શૈક્ષણિક પ્રયાસો અસંખ્ય સ્કોલરશિપ કાર્યક્રમોના પૂરક છે, જેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુધી પહોંચ માટે નાણાકીય અવરોધો પડકારરૂપ ન બને તેની ખાતરી કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે.
તેવી જ રીતે, Amazon લક્ષિત ઝુંબેશ દ્વારા આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. અત્યાર સુધીમાં, એમેઝોને 20,000 થી વધુ મહિલાઓ અને છોકરીઓના જીવનને સ્પર્શ્યું છે. વધુમાં, અમે કોલકાતા, હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગ્લોર સહિતના અનેક શહેરોમાં સેનિટરી નેપકીન ઉત્પાદનના એકમો સ્થાપીને આ ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતાને સક્ષમ કરી રહ્યા છીએ.
આ ઉત્પાદન એકમો માત્ર ખર્ચ-અસરકારક મોડલ દ્વારા 60 ગ્રામીણ મહિલાઓ માટે ટકાઉ આજીવિકા જ પૂરી નથી પાડતી, પરંતુ તેમના પાડોશમાં 2000થી વધુ ગ્રામીણ મહિલાઓ અને છોકરીઓ માટે પર્યાવરણને જવાબદાર ઉત્પાદનોની ઉપલબ્ધતાની પણ ખાતરી કરે છે.
એકંદરે, એમેઝોનની વ્યાપક સામુદાયિક પ્રભાવ વ્યૂહરચના હકારાત્મક પરિવર્તન લાવવા અને વિવિધ ક્ષેત્રોમાં ટકાઉ વિકાસને સમર્થન આપવા માટે ટેક્નોલોજી અને સંસાધનોનો લાભ લેવાની તેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. કંપનીના વર્તમાન પ્રયાસો વિશ્વભરના સમુદાયો માટે કાયમી લાભના સર્જન માટેનું સ્પષ્ટ સમર્પણ દર્શાવે છે, જ્યાં તેના કર્મચારીઓ રહે છે અને કામ કરે છે.