Western Times News

Gujarati News

ફાલ્કન ટેક્નો પ્રોજેક્ટ્સની પબ્લિક ઇશ્યૂથી રૂ. 13.69 કરોડ એકત્રિત કરવાની યોજના, 19 જૂનથી IPO ખૂલશે

કંપની પ્રતિ શેર રૂ. 92ના રૂ. 10ની ફેસ વેલ્યુના 14.88 લાખ ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે, એનએસઈના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થશે

 

મુખ્ય બાબતોઃ

·         રૂ. 13.69 કરોડનો ફ્રેશ પબ્લિક ઇશ્યૂ સબ્સ્ક્રીપ્શન માટે 19 જૂનથી 21 જૂન સુધી ખૂલ્લો રહેશે

·         અરજી માટે લઘુતમ લોટ સાઇઝ 1,200 શેર્સની છે. લઘુતમ આઈપીઓ અરજી કિંમત રૂ. 1,10,400 છે

·         ઇશ્યૂ ફંડ્સનો કાર્યશીલ મૂડી જરૂરિયાતો સંતોષવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે

·         નાણાંકીય વર્ષ 2023-24ના પહેલા 10 મહિના માટે કંપનીએ રૂ. 10.36 કરોડની આવક અને રૂ. 87 લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો

·         કંપનીના ક્લાયન્ટ લિસ્ટમાં બીએઆરસી, બીપીસીએલ, આકાશવાણી, એનપીસીઆઈઆઈ, એમઓઆઈએલ, એર ઈન્ડિયા, ટાટા હાઉસિંગ, લોધા, એલએન્ડટી, જેએસડબ્લ્યુ, જીવીકે, શાપૂરજી પાલોનજી, રિલાયન્સ, એચએએલ, જિઓ, હબટાઉન સહિતની અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે

  • કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ આ ઇશ્યૂની લીડ મેનેજર છે

મુંબઈ, 17 જૂન, 2024 – પેટ્રોલિયમ રિફાઈનરી, હાઉસિંગ એસ્ટેટ, ન્યુક્લિયર પાવર, કન્સ્ટ્રક્શન વગેરે જેવા ક્ષેત્રોમાં ગ્રાહકોને મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ સેવાઓ પ્રદાન કરવામાં વિશેષતા ધરાવતી મુંબઈ સ્થિત ફાલ્કન ટેક્નોપ્રોજેક્ટ્સ ઈન્ડિયા લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઈશ્યૂમાંથી રૂ. 13.69 કરોડ સુધી એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ શરૂ કરવાની મંજૂરી મળી છે. પબ્લિક ઇશ્યૂ 19 જૂને સબસ્ક્રીપ્શન માટે ખૂલશે અને 21 જૂને બંધ થશે. પબ્લિક ઇશ્યૂની આવકનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓને પૂર્ણ કરવા સહિત કંપનીની વિસ્તરણ યોજનાઓને ફંડ આપવા માટે કરવામાં આવશે. કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ ઇશ્યૂની લીડ મેનેજર છે.

Falcon Technoprojects India Ltd planning to raise up to Rs. 13.69 crore from public issue; IPO opens June 19

રૂ. 13.69 કરોડના આઈપીઓમાં પ્રત્યેક શેરદીઠ રૂ. 92ના ભાવે રૂ. 10ની ફેસ વેલ્યુના 14.88 લાખ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. રૂ. 13.69 કરોડના ફ્રેશ ઇશ્યૂમાંથી કંપની રૂ. 10.27 કરોડ કાર્યકારી મૂડીની જરૂરિયાતો સંતોષવા અને રૂ. 2.81 કરોડ સામાન્ય કોર્પોરેટ હેતુ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 1200 શેર છે જેના પગલે અરજી દીઠ મૂલ્ય રૂ. 1,10,400નું થાય છે. આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટર ક્વોટા નેટ ઓફરના 50 ટકા છે. ઇશ્યૂ પૂર્વે પ્રમોટર હોલ્ડિંગ 84.20 ટકા છે.

2014માં સ્થપાયેલી ફાલ્કન ટેક્નોપ્રોજેક્ટ્સ ઇન્ડિયા લિમિટેડ સમગ્ર ભારતમાં તેના ગ્રાહકોને મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ (એમઈપી) સેવાઓ પ્રદાન કરે છે અને પેટ્રોલિયમ રિફાઇનરી, હાઉસિંગ એસ્ટેટ, ન્યૂક્લિયર પાવર, બાંધકામ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. કંપની મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ સેવાઓ (MEP) ઓફર કરે છે. આ સેવાઓમાં ઇન્ટિગ્રેટેડ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ સિસ્ટમ્સની ડિઝાઇન, પસંદગી અને ઇન્સ્ટોલેશનનો સમાવેશ થાય છે.

આમાં એર કન્ડિશનીંગ, પાવર અને લાઇટિંગ સિસ્ટમ્સ, પાણી પુરવઠો અને ડ્રેનેજ, ફાયર પ્રોટેક્શન અને અગ્નિશામક પ્રણાલીઓ અને ટેલિફોન ઇન્સ્ટોલેશનનો સમાવેશ થાય છે. કંપનીની ક્લાયન્ટ લિસ્ટમાં બીએઆરસી, બીપીસીએલ, આકાશવાણી, એનપીસીઆઈઆઈ, એમઓઆઈએલ, એર ઈન્ડિયા, ટાટા હાઉસિંગ, લોધા, એલએન્ડટી, જેએસડબ્લ્યુ, જીવીકે, શાપૂરજી પાલોનજી, રિલાયન્સ, એચએએલ, જિઓ, હબટાઉનનો સમાવેશ થાય છે.

જાન્યુઆરી 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2023-24ના પહેલા 10 મહિના માટે કંપનીએ રૂ. 87 લાખનો ચોખ્ખો નફો અને રૂ. 10.37 કરોડની આવક નોંધાવી હતી જેની સામે નાણાંકીય વર્ષ 2022-23ના 12 મહિના માટે ચોખ્ખો નફો રૂ. 1.04 કરોડ અને આવક રૂ. 16.57 કરોડ રહી હતી.

જાન્યુઆરી, 2024ના રોજ કંપનીની નેટવર્થ રૂ. 8.98 કરોડ, રેવન્યુ અને સરપ્લસ રૂ. 5.11 કરોડ અને એસેટ બેઝ રૂ. 21.43 કરોડ નોંધાઈ હતી. 31 જાન્યુઆરી, 2024ના રોજ કંપનીની આરઓઈ 9.68 ટકા, આરઓસીઈ 11.54 ટકા અને આરઓએનડબ્લ્યુ 9.68 ટકા હતી. કંપનીના શેર એનએસઈના ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.