એસ્સાર જામનગરના પ્રોજેક્ટમાં રૂ.૩૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે
જામનગર, વાઇબ્રન્ટ સમિટ પછી થયેલા રોકાણો બાદ ગુજરાતના વિકાસમાં અનેક ગણો ઝડપી વધારો થયો જે સૌ કોઈને નજરે પડ્યો છે , તેથી ત્યારબાદ દેશ-વિદેશના મોટા મોટા ઉદ્યોગપતિઓનો ગુજરાતમાં રોકાણ કરવા માટે વધારે રસ દર્શાવવા લાગ્યા હતા, જેને પરિણામે ગુજરાતમાં અનેક ઉદ્યોગની સ્થાપના થઈ .
દરમિયાનમાં એસ્સાર ગ્રુપ દ્વારા ગુજરાતના જામનગરમાં ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપવા કરવાની યોજના બનાવી રહ્યું છે. જે માટે આગામી ચાર વર્ષમાં રૂ. ૩૦,૦૦૦ કરોડનું રોકાણ કરવાનું આયોજન થઈ રહ્યું છે.
હાઇડ્રોજન એ વિશ્વમાં ઉર્જાનો સૌથી સ્વચ્છ સ્ત્રોત છે, જેનો ઉપયોગ વાહનો ચલાવવા, વીજળી ઉત્પન્ન કરવા, પાવર ઇન્ડસ્ટ્રીઝ અને રોજિંદા ગૃહ ઉપયોગ માટે પણ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે, તેને અનુલક્ષીને એસ્સાર ગ્રુપ ગુજરાતના જામનગરમાં ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપવા માટે આગામી ચાર વર્ષમાં રૂ. ૩૦,૦૦૦ કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે.
ધાતુઓથી લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધીના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત આ જૂથ સ્વચ્છ ઊર્જાને તેના વિકાસ માટે મુખ્ય આધારસ્તંભ તરીકે જોઈ રહ્યું છે. એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રુઈયા, જે જૂથના રોકાણ પોર્ટફોલિયોનું સંચાલન કરે છે, જણાવ્યું હતું કે જૂથ બ્રિટનમાં તેની ઓઇલ રિફાઇનરીમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને સાઉદી અરેબિયામાં એલએનજી અને ઇલેક્ટિÙક ઇકોસિસ્ટમ બનાવવાનું વિચારી રહ્યું છે.
જૂથ મુખ્યત્વે બેટરી, સોલાર પેનલ્સ અને ઇલેક્ટિÙક વાહનો માટે વિન્ડ-ટર્બાઇન મેગ્નેટમાં ઉપયોગમાં લેવાતા જટિલ ખનિજોના ખાણકામ વ્યવસાયમાં પ્રવેશવાનું પણ વિચારી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે એસ્સાર ફ્યુચર એનર્જી આગામી ચાર વર્ષમાં જામનગરમાં એક ગીગાવોટ હાઇડ્રોજન ક્ષમતા તેમજ વાર્ષિક ૧૦ લાખ ટન ગ્રીન મોલેક્યુલ્સ ક્ષમતા વિકસાવવાની યોજના ધરાવે છે. રુઈયાએ કહ્યું કે અમે જામનગરમાં ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટમાં આશરે રૂ. ૩૦,૦૦૦ કરોડનું રોકાણ કરવા જઈ રહ્યા છીએ.
એસ્સાર, તેની પેટાકંપની એસ્સાર રિન્યુએબલ્સ દ્વારા, પાણીના અણુઓને વિભાજિત કરવા, હાઇડ્રોજન અને ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે ૪.૫ ય્ઉ નવીનીકરણીય ઊર્જાનો ઉપયોગ કરશે. હાઇડ્રોજન એ વિશ્વમાં ઉર્જાનો સૌથી સ્વચ્છ સ્ત્રોત છે, જેનો ઉપયોગ વાહનો ચલાવવા, વીજળી ઉત્પન્ન કરવા, પાવર ઇન્ડસ્ટ્રીઝ અને ઘરોને ગરમ કરવા માટે થઈ શકે છે. તેમણે કહ્યું કે ગ્રીન એમોનિયાને બદલે ગ્રીન મોલેક્યુલ બનાવવાનો વિચાર છે, જેનું સીધું પરિવહન કરી શકાય.