અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/02/shoppingmall-theft-chori.jpg)
પ્રતિકાત્મક
અમરાઈવાડીમાં તસ્કરો ૭.૬૦ લાખની ચોરી કરી ફરાર-ઓઢવ બાદ બીજી મોટી ચોરીની ઘટના
(એજન્સી)અમદાવાદ, શહેરના પૂર્વ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેવુંં લાગી રહયું છે. ઓઢવ વિસ્તારમાં થોડા દિવસલ પહેલા તસ્કરો સોના-ચાંદીના તેમજ રોકડ સહીત ૧૮ દલાખ જેટલી મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તે જ રાતે અમરાઈવાડીમાં પણ તસ્કરોએ ૭.૬૦ લાખની રોકડની ચોરી કરી હોહવાનું સામે આવ્યું છે.
અમરાઈવાડીમાં આવેલા કારખાનમાં આવેલા કારખાનામાં તસ્કરોએ લાકડાનું ડ્રોઅર તોડીને ૭.૬૦ લાખ રૂપિયાની ચોરી કરી હતી. પાંચ કિલોમીટરના અંતરના બે મોટો ચોરી થતાં ચકચાર મચી ગ ઈઈ છે. જેમાં પોલીસે તપાસ શરૂ કરી છે.અમરાઈવાડીમાં વિસ્તારમાં આવેલા શીરોમણી બંગ્લોમાં રહેતા પ૭ વર્ષના વસંતભાઈ પટેલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ૭.૬૦ લાખની ચોરીની ફરીયાદ કરી છે.
વસંતભાઈ પરીવાર સાથે રહે છે. અને તેમનું અમરાઈવાડી ખાતે આવેલા બી.એમ. એસ્ટેટમાં અંબીકા સ્ટીલ નામનું લોખંડનું કારખાનું છે. વસંતભાઈનું કારખાનું સવારે આઠ વાગે ખુલે છે. અને રાતે આઢ વાગો બંધ થઈ જાય છે. કારખાનામાં સંખ્યાબંધ કર્મચારી કામ કરે છે. થોડા દિવસ પહેલાં વસંતભાઈ પોતાના કારખાનમાં હાજર હતા ત્યારે તેમના મીત્ર રાકેશ ગોયંકા આવ્યા હતા. રાકેશ ગોયંકા વસંતભાઈએ આપેલા છ લાખ રૂપિયા પરત કરવા આવ્યા હતા.
વસંતભાઈએ રૂપિયા ગણીને કારખાનામાં આવેલા લાકડાના ડ્રોઅરના લોકમાં મુકયા હતા. ડ્રોઅરમાં પહેલેથી કારખાનાના રોજીંદા ખર્ચ માટેના રૂપિયા પણ પડયા હતા. વસંતભાઈ કારખાનાનું કામ પુરં કરીને પોતાના ઘરે જતા રહયા હતા. જયારે કર્મચારીઓ કારખાનામાં કામ કરી રહયા હતા. કારખાનાની ચાવી વિશ્વાસું કર્મચારી પાસે હોય છે. કર્મચારી સવારે કારખાનું ખોલે છે. અને રાતે બંધ કરે છે.
બીજા દિવસે સવારે વસંતભાઈએ કારખાનાને આવા માટે નીકળ્યા હતા. ત્યારે તેમના કર્મચારી કૌશલ સોજીત્રાનો ફોન આવ્યો હ તો અને કહેવા લાગ્યો હતો કે ઓફીસમાં લાકડાનું ડ્રોઅર ખુલ્લું છે અને સામાન વેરવીખેર થઈ ગયો છે. જેથી ચોરી થઈ ગઈ હોય તેવું લાગે છે.વસંતભાઈ તરત જ તેમના કારખાને પહોચી ગયા હતા. ત્યાં જઈને જોયું ડ્રોઅરમાં પડેલા ૭.૬૦ લાખ રૂપિયાય ચોરાયા હતા.
વસંતભાઈને આ મામલે પોલીસને જાણ કરી દીધી હતી. અમરાઈવાડી પોલીસની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોચી હતી. મિત્રએ આપેલા છ લાખ રૂપિયા સિવાય ડ્રોઅરમાં કેટલા રૂપિયા હતા તેની જાણ એકાઉન્ટન્ટને હતી.
એકાઉન્ટન્ટ બહાર ગયો હોવાથી પોલીસે ચોરીની અરજીના આધારે તપાસ કરી હતી. ગઈકાલે એકાઉન્ટન્ટ કારખાને આવી જતાં ડ્રોઅરમાં ૧.૬૦ લાખ રૂપિયયા હોવાનું કહેતાં વસંતભાઈએ ગઈકાલે ૭.૬૦ લાખ રૂપિયાની ચોરીની ફરીયાદમાં કરી છે. પોલીસે આ મામલે ગુનો નોધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.