મોરવા હડફ તાલુકાના નાટાપુર પાસે કતલખાને લઈ જવાતા 49 ગૌવંશને પંચમહાલ પોલીસે બચાવ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/06/1706-godhra.jpg)
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામે આવેલા નરૂલ ઈસ્માઈલ મસ્જિદની પાછળના ભાગે કેટલાક ઈસમો કોઈક વાહન દ્વારા ૪૯ જેટલી ગૌવંશને કતલ કરવાના ઇરાદે ગોધરા તરફ લઈ જવાના છે. તેવી બાતમીના મોરવા હડફ પોલીસને મળી હતી.
મોરવા હડફ પોલીસે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ ૪૯ જેટલી ગૌવંશને કતલખાને લઈ જવાતા પહેલા બચાવી લેવામાં આવી હતી. જ્યારે કતલખાને લઈ જવાતા ૪૯ ગૌવંશ બચાવી લઇ ૪,૨૭,૦૦૦ મુદ્દામાલ સાથે એક આરોપીને અટકાયત કરવામાં આવી હતી. જ્યારે બાકીના પાંચ જેટલા આરોપી રેડ દરમિયાન હાજર મળી આવ્યા ન હતા. હાલ તો મોરવા હડફ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાલમાં પંચમહાલ પોલીસ તેમજ ગૌરક્ષકો દ્વારા વિવિધ ટીમ બનાવીને ગોધરા શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા વિસ્તારો તથા ગોધરા તાલુકા વિસ્તારના વિવિધ ગામોમાં રાતદિવસ છાપા મારીને વિવિધ ગૌવંશ અને પશુઓને કતલ થતાં ઉગારવામાં આવી રહ્યા છે, ત્યારે મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામે પોલીસે પશુઓને કતલ થતાં ઉગારવામાં વધુ એક સફળતા હાથ લાગી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરવા હડફ પોલીસ સ્ટેશનના એએસઆઇ ધિરેનકુમાર વિજયસિંહએ જણાવ્યું હતું કે, ગોધરાના નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલએ જણાવ્યું કે નાટાપુર મસ્જીદની પાછળના ભાગે કેટલાક ગૌવંશ કત્લ કરવાના ઇરાદે કોઇક વાહનોમાં ભરી લાવી ટુકા દોરડાઓ વડે પગોમાં મુશકેટાટ ક્રૂરતાપુર્વક મકાનોના પાછળના ભાગે બાધી રાખેલ છે.
રાત્રી દરમ્યાન ગોધરા તરફ કતલ કરવા માટે ગૌવંશ સગેવગે કરવામાં કેટલાક ઇસમો પેરવી કરી રહ્યા છે. તેવું નાયબ પોલીસ અધિક્ષક એન.વી, પટેલને મળેલ બાતમી હકીકત આધારે ગૌવંશ અંગે રેઈડ કરી સફળ રેડ કરવા સુચના આપવામાં આવી હતી.જેથી મોરવા હડફ પોલીસ સ્ટાફના માણસો સાથે ખાનગી તથા સરકારી વાહનોમાં બેસી નાટાપુર ગામે બાતમીવાળી જગ્યાએ જતા રહેણાક મકાનોની પાછળના ભાગે દુરથી જોતા કેટલાક ગૌવંશ કતલ કરવાના ઇરાદે ટુકા દોરડાઓ વડે પગોમાં મુશકેટાટ ક્રૂરતાપુર્વક બાંધી રાખ્યા હતા.
તે વખતે એક ઇસમ અમુક ગૌવંસને બાધેલ ટૂંકા દોરડાઓ છોડતો હતો. પોલીસને જોઇ નાસવા લાગ્યો હતો જેથી પોલીસ માણસોએ તે ઇસમનો પીછો કરી પકડી પાડી નામઠામ પુછતા તેણે પોતે પોતાનું નામ યાકુબ ગફુર જાતે અલ્લી રહેવાસી નાટાપુર મુસલમાન ફળીયુ તા.મોરવા(હ)નો હોવાનુ જણાવ્યું હતું. સદર ઇસમને ગૌવંશ ક્યાંથી લાવેલ છે અને કોને આપવાના હતા. તેમજ સહ આરોપીઓ કોણ-કોણ હતા. તે બાબતે પકડાયેલા ઇસમને પુછપરછ હાથ ધરી હતી.
પકડાયેલ ગૌવંશ અજીત અયુબ શીવા રહે.નાટાપુર તા.મોરવા(હ) તથા શીરાજ ઇસા શીવા રહે. નાટાપુર તા.મોરવા(હ) તથા સિકન્દર મહમદ શીવા રહે.નાટાપુર તા. મોરવા(હ) તથા સોયેબ ઇસ્માઇલ શીવા રહે. નાટાપુર તા. મોરવા(હ) તથા ઇલ્યાસ હુસૈન પીજારા રહે.નાટાપુર કબ્રસ્તાન ફળીયુ તા.મોરવા(હ) નાઓ તથા બીજા અન્ય માણસો મળી આજુબાજુના વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન વાહનોમાં ગૌવંશ ભરી લાવ્યા હતા
અને ગોધરા કોઇક જગ્યાએ કત્લ કરવા માટે વાહનોમાં ભરી મોકલવાના હતા. મોરવા હડફ પોલીસે ૪૯ ગૌવંશ સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે બાકીના આરોપી રેડ દરમિયાન પોલીસને જોઈને ભાગી છૂટ્યા હતા. હાલ તો મોરવા હડફ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.