Western Times News

Gujarati News

રખિયાલમાં મોડીરાત્રે સશસ્ત્ર ટોળાએ લારીઓમાં તોડફોડ કરી

ચારથી વધુને ઈજાઃ સ્થાનિક નાગરીકોમાં ભારે રોષ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લીધે ગુનેગારોને મોકળું મેદાન મળી ગયુ છે અને અસામાજીક તત્ત્વો ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે. પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ પરિસ્થિતિ શહેરના રખિયાલ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે અસામાજીક તત્ત્વો  સશસ્ત્રો ધસી આવીને ભારે તોડફોડ કરતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

આરોપીઓની રજુઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેના પરિણામે હવે ગુનેગારોને મોકળું મેદાન મળી ગયુ છે. હુમલાના આ ઘટનામાં ચાર જેટલી વ્યક્તિઅો ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહીતી અનુસાર હુમલાખોરો આ વીસ્તારમાં ખુલ્લેઆમ ખંડણીઓ ઉઘરાવી રહ્યા છે. અને ખંડણી આપવાની ના પાડે તો તેઓની ઉપર હુમલા કરે છે.
આ ઉપરાંત ખુલ્લેઆમ આ વિસ્તારમાં દારૂનો અડ્ડો પણ ચાલતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ખંડણી ઉઘરાવવાની એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યુ છે જેના પરિણામ વેપારીઓ આવા અસામાજીક તત્વોથી ફફડાતા હોય છે. શહેરના રખિયાલ વિસ્તારના ગરીબનગર ચાર રસ્તા પાસે કેટલાંક અસામાજીક તત્ત્વો બુટલેગરો ખુલ્લેઆમ આતંક ફેલાવી રહ્યા છે. વેપારીઓને ધાકધમકીઓ આપવામાં આવી રહી છે.

જેના પરીણામે આ વિસ્તારના વેપારીઓ સતત ફફડાતા હોય છે. આ અંગે રજુઆત કરવા છતાં પણ પોલીસ નિષ્ક્રીય રહેવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ગઈકાલે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ગરીબનગર ચારરસ્તાનીઆસપાસ પાનના ગલ્લા પર કેટલાક લોકો બેઠા હતા.

આ દરમ્યાનમાં ગરીબનગરમાં જ રહેતા અલ્તાફ શેખ, (ર) ફઝલ અહેમદ, (૩) મહમ્મદ મુસ્તુફા સહિત કેટલાંક શખ્સો હાથમાં તલવારો અને હથિયારો સાથે ધસી આવ્યા હતા. લોકો કશું જ સમજે એ પહેલાં આ શસ્ત્ર ટોળાએ અઝહરૂદ્દીન સૈયદની કીટલી ઉપર હુમલો કર્યો હતો. અને બેઠેલા લોકોને ઈજા પહોંચાડી હતી.

સશસ્ત્ર ટોળાએ કરેલા હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. એટલું જ નહીં પરંતુ સશ† ટોળાએ આ કીટલી તથા આજુબાજુમાં આવેલી લારીઓમાં તોડફોડ કરી સામાનને વેરવિખેર કરી નાંખ્યો હતો અને ધમકીઓ આપવા લાગ્યા હતા. જેના પરીણામે લોકો ગભરાઈ ગયા હતા અને ત્યાંથી જતા રહ્યા હતા. આ દરમ્યાનમાં સશસ્ત્ર ટોળું વધુ હિંસક બન્યુ હતુ.

બીજી બાજુ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેના પરીણામે ઉચ્ચ પોલીસ ધિકારીઓ પણ રથયાત્રાના પર્વ નિમિત્તે વધુ એલર્ટ બન્યા હતા. અને તાત્કાલિક રીતે સ્થળ પર પોલીસ જવાનના કાફલાને ે રવાના કર્યા હતા. આ ઘટનાથી સ્થાનિક નાગરીકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. પોલીસ આવી પહોંચતા જ લોકોના ટોળેટોળા રસ્તા ઉપર આવી ચડ્યા હતા.

હુમલાખોરો અને અસામાજીક તત્ત્વો વિરૂધ્ધ ઉગ્ર રજુઆતો કરી હતી. આરોપીઓ આ વિસ્તારમાં સતત આતંક ફેલાવી રહ્યા છે અને ખુલ્લેઆમ ખંડણીઓ માંગી વેપારીઓને ધાકધમકી આપી રહ્યા હોવાની રજુઆત કરવામાં આવી છે. આ ઘટનાથી પોલીસની કામગીરી સામે પણ લોકોમાં ભારે રોષ જાવા મળતો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જાે કે તમામ આરોપીઓ ભાગી છુટ્યા છે. બીજી બાજુ આ ઘટનાથી હવે સ્થાનિક નાગરીકો પણ એલર્ટ બન્યા છે અને તમામની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.