નાઇટ શિફ્ટમાં કામ કરતી મહિલા કામદારોને સશક્ત બનાવવા માટે એસેન સ્પેશિયાલિટીની અગ્રીમ પહેલ
ભારતના ઉત્પાદન ક્ષેત્રે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે અને એસેન તેના કામદારોમાં જાતિવિષયક પરિબળોમાં બદલાવ લાવી રહી છે અને અન્યોને પ્રેરવા માટેના શક્તિશાળી ઉદાહરણો સ્થાપી રહી છે
રાજકોટ, હોમ ડેકોર અને હોમ ફર્નિશિંગ ઇન્ડસ્ટ્રી માટે ટકાઉ પ્લાસ્ટિક પ્રોડક્ટ્સની અગ્રણી ઉત્પાદક એસેન સ્પેશિયાલિટી ફિલ્મ્સ લિમિટેડ મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ પૂરું પાડવા દ્વારા તેમને સશક્ત બનાવવાના હેતુ સાથેની મહત્વપૂર્ણ પહેલ સાથે જૂની માન્યતાઓ તોડી રહી છે. કંપનીએ સમાવેશક વર્ક કલ્ચર ઊભું કર્યું છે જેમાં 418 મહિલા કર્મચારીઓ છે
જે પૈકી 57 મહિલાઓએ કંપનીના શૉપ ફ્લોર પર નાઇટ શિફ્ટની ભૂમિકા સંભાળી લીધી છે. ભારતની વિકાસ ગાથામાં પ્રદાન કરતી આ પહેલ કંપનીની જાતિ અંગેની સમાનતા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને પરંપરાગતરીતે પુરૂષો દ્વારા કરવામાં આવતી કામગીરીઓ સંભાળવા માટે મહિલાઓને પ્રોત્સાહિત કરે છે અને એવું વૈવિધ્યસભર અને સમાવેશક વર્કપ્લેસ બનાવે છે જ્યાં સૌ કોઈને કામ કરવા તથા સફળ થવા માટેની તક મળી રહે.
આ વિશેષ પ્રસંગે એસેન સ્પેશિયાલિટી ફિલ્મ્સ લિમિટેડના સીઈઓ શ્રી પલ્લવ દોશીએ જણાવ્યું હતું કે “મહિલાઓને સશક્ત બનાવવી એ અમારા ડીએનએમાં વણાયેલું છે. 2002માં કંપનીની સ્થાપના થઈ ત્યારથી અમે અમારા કર્મચારીઓમાં 50 ટકા મહિલાઓ હોય તેનું ધ્યાન રાખ્યું છે. શરૂઆતમાં નિયમનકારી બાબતોમાં પડકારો ઊભા થયા હતા પરંતુ અમારા મૂળ સિદ્ધાંતો અંગેની અમારી પ્રતિબદ્ધતાથી અમે નાઇટ શિફ્ટનો સફળતાપૂર્વક અમલ કરી શક્યા છીએ.
હવે કામ માટે વધારાના 12 કલાક ઉપલબ્ધ હોવાથી અમે મહિલાઓના મહત્તમ સહભાગિતાના અમારા લક્ષ્યાંક તરફ ખૂબ નજીક જઈ રહ્યા છીએ. આના પ્રતિભાવો ઉત્સાહજનક રહ્યા છે અને અમને અનેક અરજીઓ મળી રહી છે જે દર્શાવે છે કે ઉત્સાહી તથા પ્રતિબદ્ધ મહિલાઓ નાણાંકીય પ્રદાન કરવા માટે ઉત્સુક છે.
તેમના પરિવારો અને સમુદાય તરફથી સમર્થન ખૂબ જ પ્રોત્સાહજનક અને પ્રશંસાને પાત્ર છે. સાસુ સ્કૂટર પર વહુને મૂકવા આવતી હોય, પતિ રાતે તેની પત્નીને લેવા માટે આવતો હોય અને દિયરો અમારા દરવાજે ટિફિન આપવા આવતા હોય તેવા દ્રશ્યો સામાન્ય થઈ ગયા છે. ધોધમાર વરસાદના દિવસોમાં પણ આવા દરરોજના દ્રશ્યો અમને પ્રોત્સાહિત કરે છે. આ પરિવર્તનશીલ સફરનો ભાગ બનીને અમે ખૂબ જ ખુશ છીએ.”
કંપનીએ નાઇટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓની સુખાકારી, સુરક્ષા અને વ્યવસાયિક વૃદ્ધિ માટે અનેક પહેલ આદરી છે. તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એસેન સુરક્ષિત અને ભરોસાપાત્ર ટ્રાન્સપોર્ટેશન સુવિધા પૂરી પાડે છે જે કામના સ્થળે આવવા અને જવા માટે સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરે છે. ચોવીસે કલાક, સાતેય દિવસ સર્વેલન્સ અને સુરક્ષાકર્મીઓ સહિતના ઓન-સાઇટ સુરક્ષાને લગતા મજબૂત પગલાં સુરક્ષામાં વધારો કરે છે.
આ ઉપરાંત એસેને મહિલાઓ માટે નાઇટ શિફ્ટ ચલાવવા માટે સ્થાનિક પોલીસ સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવેલી છે જે કાયદાકીય બાબતે અનુપાલન સુનિશ્ચિત કરે છે.
સુરક્ષાના પગલાં ઉપરાંત કંપની તેના કર્મચારીઓના આરોગ્ય તથા સુખાકારને પણ પ્રાથમિકતા આપે છે. કોઈપણ જાતની આરોગ્યને લગતી સમસ્યાઓ માટે ઓન-સાઇટ તબીબી સુવિધાઓ અને ઇમર્જન્સી સર્વિસીઝ ઉપલબ્ધ છે જ્યારે તંદુરસ્ત વર્ક-લાઇફ બેલેન્સ જાળવવા માટે મહિલાઓ માટે વ્યાપક કાઉન્સેલિંગ સર્વિસ પણ પૂરી પાડવામાં આવે છે.
આ ઉપરાંત એસેન નિયમિત સેફ્ટી ટ્રેનિંગ સેશન દ્વારા તેના કર્મચારીઓના સતત વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે જેનાથી કર્મચારીઓને સેફ્ટી પ્રેક્ટિસીસ અને ઇમર્જન્સી પ્રોસીજર્સ અંગે જ્ઞાન પૂરું પાડવામાં આવે છે. સતત ચાલતા સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સથી મહિલાઓ તેમની ભૂમિકામાં આગળ વધવા માટે જરૂરી ટૂલ્સ પ્રાપ્ત થાય છે, જાતિય સમાનતાને પ્રોત્સાહન મળે છે અને વૈવિધ્યસભર તથા સમાવેશક કાર્યસ્થળને ઉત્તેજન મળે છે.
પલ્લવ દોશીએ ઉમેર્યું હતું કે એસેન ખાતે નાઇટ શિફ્ટમાં મહિલાઓની હાજરી સામાજિક અભિગમ અને વર્કપ્લેસ પોલિસીમાં નોંધપાત્ર પરિવર્તન દર્શાવે છે જે ઉત્પાદન ક્ષેત્રમાં વધુ સમાવેશક તેમજ વૈવિધ્યસભર કર્મચારીઓ માટે પ્રદાન કરે છે.
પોતાની નાઇટ શિફ્ટમાં કામ કરતી મહિલા કર્મચારીઓની સિદ્ધિઓ તથા અનુભવો દર્શાવીને એસેનનું લક્ષ્ય ઉત્પાદન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા વધુને વધુ મહિલાઓને પ્રેરિત કરવાનો તથા પરંપરાગત જાતિવિષયક ભૂમિકાઓની માન્યતા તોડવાનો છે.
પરંપરાગત રીતે ઉત્પાદનના ક્ષેત્રે પુરૂષોનો દબદબો રહ્યો છે અને હવે નાઇટ શિફ્ટ દરમિયાન મહિલાઓની વધી રહેલી સંખ્યા તેમાં પરિવર્તન દર્શાવે છે. આર્થિક સશક્તિકરણ, મહિલાઓમાં વધેલું શિક્ષણ અને કુશળતા વિકાસ તથા વૈવિધ્યપણા તથા સમાવેશકતાને પ્રોત્સાહન આપતી નવી વર્કપ્લેસ પ્રેક્ટિસીસ સહિતના અનેક પરિબળોના લીધે આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
જોકે હજુ ઘણા પડકારો સામે ઊભા છે જેમ કે મોડી રાતે સુરક્ષા અને ટ્રાન્સપોર્ટેશનને લગતી ચિંતાઓ, મહિલાઓની ભૂમિકા અંગે પરંપરાગત રીતે રહેલા નિયમો અને મહિલાઓની ચોક્કસ જરૂરિયાતો તેમજ ચિંતાઓનું સમાધાન કરે તેવી ખાસ સપોર્ટ સિસ્ટમની જરૂરિયાત. આ બધા પડકારો છતાં ઉચ્ચ સુરક્ષા પગલાં, ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ અને કામની ફ્લેક્સિબલ વ્યવસ્થા જેવી પહેલ લાગુ કરાઈ છે જેથી નાઇટ શિફ્ટમાં મહત્તમ મહિલાઓ કામ કરી શકે અને ઉત્પાદન ક્ષેત્રમાં વધુ સમાવેશક તથા વૈવિધ્યસભર કર્મચારીઓ રાખવામાં પ્રદાન આપી શકાય.
એસેન સ્પેશિયાલિટી ફિલ્મ્સ લિમિટેડ તમામને માટે વિવિધતા, સમાવેશ અને સમાન તકોનું મૂલ્ય સમજે તેવા વર્કપ્લેસ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. આ પરિવર્તન દર્શાવે છે કે યોગ્ય સમર્થન અને તકો સાથે મહિલાઓ દિવસના કોઈપણ સમયે કોઈપણ કામ કરી શકે છે.