Western Times News

Gujarati News

વિવિધ વૈશ્વિક પરિબળોના પગલે ખાદ્યતેલના ભાવમાં વધારો

Edible oil manufacturers will have to change labels by 15 January 2023

પ્રતિકાત્મક

અમદાવાદ, અનેક વૈશ્વિક પરિબળોના લીધે તાજેતરના મહિનાઓમાં ખાદ્યતેલના બજારોમાં છેલ્લાં ત્રણ મહિનામાં વધારો જોવાયો છે, જેના કારણે વૈશ્વિક ખાદ્યતેલ બજારોમાં વધઘટ જોવા મળી છે. મોટાભાગના ખાદ્યતેલમાં 10 કિલોદીઠ રૂ. 50થી રૂ. 70નો ભાવ વધારો થયો છે. હાલ, કપાસિયા તેલના ભાવ 10 કિલોના રૂ. 975 છે જે ત્રણ મહિના પહેલા 10 કિલોના રૂ. 930 હતા.  Edible oil prices climb amid global supply disruption.

સોયાબીન તેલના ભાવ અગાઉ 10 કિલોના રૂ. 910થી વધીને હવે 10 કિલોના રૂ. 970 થયા છે અને રાઇસબ્રાન ઓઇલના ભાવ પણ આ જ ગાળામાં 10 કિલોના રૂ. 890થી વધીને હવે 10 કિલોના રૂ. 950 થઈ ગયા છે. આ જ પ્રકારે ત્રણ મહિના પહેલા સનફ્લાવર ઓઇલના ભાવ રૂ. 900 હતા તે વધીને 10 કિલોએ રૂ. 980 થયા છે. ત્રણ મહિના પહેલા સરસવનું તેલ 10 કિલોના રૂ. 1,060માં મળતું હતું જેના હવે 10 કિલોદીઠ રૂ. 1,190 ચૂકવવા પડે છે.

આ વધારા છતાં બજારના ખેલાડીઓએ આગાહી કરી છે કે આ ભાવ વધારો કામચલાઉ છે. એનકે પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પ્રિયમ પટેલે (N. K. Proteins Managing Director Priyam  Patel) જણાવ્યું હતું કે બજારની પરિસ્થિતિ એડજસ્ટ થાય અને ભૂરાજકીય તણાવ હળવા થાય એટલે ભાવોમાં સ્થિરતા આવવાની શક્યતા છે. વિખવાદોના નિરાકરણના લીધે સપ્લાય ચેઇનમાં સ્થિરતા વધી શકે છે અને ભાવો ઘટી શકે છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ ઉપરાંત આગામી લણણીની સિઝનમાં ઉત્પાદન વધવાની સંભાવના છે જેનાથી પુરવઠામાં વધારો થશે જેના પગલે કિંમતો સ્થિર થવામાં મદદ મળશે. ફુગાવાને ડામવા અને કૃષિ ક્ષેત્રને ટેકો પૂરો પાડવા માટે સરકાર દ્વારા લેવાતા પગલાથી પણ બજારમાં સ્થિરતા લાવવામાં મદદ મળી શકે છે.

બજારના નિષ્ણાંતોના જણાવ્યાં અનુસાર ઓફ સિઝનના લીધે રશિયા અને યુક્રેઇન તરફથી સનફ્લાવર ઓઇલનો પુરવઠો મર્યાદિત છે. ઊંચા તાપમાનના લીધે સિઝનના અંત તથા આગામી પાકો બંને પર તેની અસર પડી છે. આ વિક્ષેપના લીધે બીજા વૈકલ્પિક તેલની માંગ અને કિંમતોમાં પણ વધારો જોવાયો છે.

આર્જેન્ટિનામાં કામદારોના વિરોધપ્રદર્શન અને બ્રાઝિલમાં પૂરના લીધે સોયાબીન ઓઈલના પુરવઠામાં નોંધપાત્ર વિક્ષેપ પડ્યો છે. આ સિઝનમાં સોયાબીનના ઓછા પિલાણ અને વાયા બ્રાઝિલ આર્જેન્ટિનાથી ઓછા શિપમેન્ટ્સના લીધે પુરવઠા પર લગામ ખેંચાઈ છે અને તેના લીધે ભાવ વધ્યા છે.

આ ઉપરાંત, ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વિખવાદના લીધે સપ્લાય ચેઇનમાં વધુ વિક્ષેપ પડ્યો છે જેના લીધે વિવિધ ખાદ્યતેલની ઉપલબ્ધતા અને કિંમતોને ફટકો પડ્યો છે. પોર્ટ બ્લોકેજ અને શિપમેન્ટમાં વિલંબ ઉપરાંત વધેલા નૂરદરો જેવા ટ્રાન્સપોર્ટેશનને લગતા પડકારોના પગલે પરિસ્થિતિ વધુ વણસી છે અને તેના લીધે એકંદરે ભાવોમાં વધારો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.