તળાવ કિનારે જંગલી ઘાસમાં આગના કારણે પાંચ મગર દાઝયા
વનસ્પતિમાં આરામ ફરમાવતા આગમાં દાઝેલા પાંચ મગર પૈકી એકનું મોત
(પ્રતિનિધિ) નડિયાદ, માતર ના પરીયેજ ગામ ખાતે આવેલ મોટા તળાવના કિનારે ઉભેલ જંગલી ઘાસમાં ગઈકાલે રાત્રિના સમયે કોઈ કારણસર આગ લાગતા ત્યાં આરામ ફરમાવતા પાંચ જેટલા જળચર પ્રાણી મગર સખત રીતે દાઝી ગયા હતા આ પૈકી સખત દાઝેલ એક મગરનું મૃત્યુ નિપજયું હોવાનું જાણવા મળ્યું છે વિદ્યાનગર સ્થિત નેચર ક્લબ ના સ્વયંસેવકોએ જાણના પગલે ત્યાં દોડી જઈ દાઝેલ ચાર મગરો ને સારવાર કરી તળાવના પાણીમાં છોડ્યા હતા
આ અગે મળતી માહિતી મુજબ માતરના પરીયજ કામ ખાતે તારાપુર રોડ ને અડી ને હજારો વીઘા જમીન માં ફેલાયેલ મોટું તળાવ આવેલું છે આ તળાવમાંથી સૌરાષ્ટ્રને પાઇપલાઇન માટે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે જેને લઇ તળાવ મહી કેનાલ મારફતે પાણી પુરવઠો ઠાલવવામાં આવતો હોય તળાવ બારેમાસ પાણીથી છલોછલ ભરેલું રહે છે
જેથી તળાવમાં મગર અને માછલીઓ સહીત ના જળચર પ્રાણીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે સાથે શિયાળાની ઋતુમાં તળાવમાં વિહાર કરવા માટે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ પણ આવે છે જેનું નિરીક્ષણ કરવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં પક્ષી પ્રેમીઓ તળાવ ખાતે ઉમટે છે સાથે સરકાર દ્વારા તળાવ ખાતે ઘણી સુવિધાઓ ઊભી કરવામાં આવી હોવાના પગલે દર વર્ષે મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ ત્યાં ઉંમટે છે જેના અનુસંધાનમાં સરકાર દ્વારા તાજેતરમાં તળાવના વિકાસનું કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે
દરમિયાન તળાવમાં મોટી સંખ્યામાં વસવાટ કરતા જળચર પ્રાણી મગર રાત્રિના સમયે તળાવના પાણીમાંથી બહાર નીકળી તળાવના કિનારે ચારે તરફ ઉગેલ જંગલી વનસ્પતિ માં આરામ ફરમાવતા હોય છે તળાવ કિનારે ઉભેલ જંગલી ઘાસમાં ગઈકાલે રાત્રિના સમયે કોઈ કારણસર આગ લાગી હતી જેને લઇ રાત્રિના સમયે તળાવના પાણીમાંથી બહાર નીકળી આરામ ફરમાવતા મગરો એ તળાવના પાણીમાં પ્રયાણ કર્યું હતું આજુબાજુમાં રહેતા લોકોએ દોડી તળાવ કિનારે ના જંગલી ઘાસમાં લાગેલ આગને બુજાવી હતી
જો કે લાગેલ આગમાં ત્યાં આરામ ફરમાવતા પાંચ જેટલા મગરો દાઝી ગયા હતા દરમિયાન વિદ્યાનગર ની નેચર સંસ્થા ના સ્વયંસેવકો જાણ ના પગલે આજે સવારના સમયે ત્યાં દોડી આવ્યા હતા અને તેમણે લાગેલ આગમાં દાઝેલ મગરોની સારવાર હાથ ધરી હતી આ દરમિયાન સખત રીતે દાઝેલ એક મગરનું મૃત્યુ નિપજયું હતું નેચરલ ક્લબના સ્વયંસેવકોએ દાઝેલ અન્ય ચાર મગરોને સારવાર કરી તળાવના પાણીમાં પાછા છોડી મૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.