ઈન્ડિયા ઓક્સફર્ડ ફોરમના પ્રમુખ પદે નિયુક્ત થયો ગારીયાધાર તાલુકાનો આ યુવક
ગારીયાધાર તાલુકાનું ગૌરવ વધારતા પ્રિયાંશ ગુજરાતી
વેળાવદર, ગારીયાધાર તાલુકાના મોટીવાવડી ગામના વતની અને ત્યાંના સુરત ઉદ્યોગપતિ શ્રી ધનસુખભાઈ ગુજરાતીના પુત્ર પ્રિયાંશ ગુજરાતીએ ઈન્ડિયા ઓક્સફર્ડ ફોરમના પ્રમુખ પદે નિયુક્ત થઈને ગારીયાધાર તાલુકાનું ગૌરવ વધાર્યું છે.
યુવા આઈકોન શ્રી પ્રિયાંશ ગુજરાતી અત્યારે ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ ખાતેની જાણીતી યુનિવર્સિટી ઓક્સફર્ડ યુનિવર્સિટીમા ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં પીએચડીની પદવી પ્રાપ્ત કરીને ઈન્ડિયા ઓક્સફર્ડ ફોરમના પ્રમુખ પદે નિયુક્ત થયાં છે.તેઓ અસાધ્ય રોગોની દવા બનાવવા માટેનું પોતાનું એક સ્ટાર્ટઅપ પણ શરૂ કરી રહ્યાં છે.તાજેતરમાં 15 જૂનના રોજ ઓક્સફર્ડ ખાતે આ ફોરમની એક આંતરરાષ્ટ્રીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યાં હતાં.
અત્રે એ પણ નોંધવું જોઈએ કે પ્રિયાંશ ગુજરાતીના બધાં ભાઈ બહેનો વિદેશોમાં અભ્યાસ કરીને પોતાની નામના મેળવી રહ્યાં છે.બહેન પાયલ કાત્રોડીયા અમેરિકામાં ફિઝિયોથેરાપીસ્ટ છે. નાની બહેન સુહાની કેનેડામાં બ્યુટીશિયન છે તેથી નાની હિમાલી ગુજરાતી અમેરિકાની શ્યોર યુનિવર્સિટીમાંથી પ્રોસ્ટેટ કેન્સર પર પીએચડી પુરું કરેલ છે હવે યુએસની નામાંકિત યુનિવર્સિટી માંથી પોસ્ટ ડોગ કરી અત્યારે સાયન્ટિસ્ટ છે.મોટોભાઈ અમેરિકામાં રોબોટિક એન્જિનિયર છે