નેપાળે ભારતના એન્ટિબાયોટિક ઇન્જેક્શન પર પ્રતિબંધ મૂક્યો
નવી દિલ્હી, નેપાળે ઝાયડસ દ્વારા ઉત્પાદિત ભારતીય એન્ટિબાયોટિક ઇન્જેક્શન પર પ્રતિબંધ મૂક્યો છે. નેપાળના આરોગ્ય મંત્રાલયે ગુણવત્તાના ધોરણોનું પાલન ન કરવાને કારણે ભારતીય એન્ટિબાયોટિક્સના વેચાણ અને વિતરણ પર રોક લગાવી દીધી છે.
નેપાળના આરોગ્ય અને વસ્તી મંત્રાલય હેઠળના ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગે ભારતમાં ઝાયડસ દ્વારા ઉત્પાદિત બાયોટેક્સ- આઈજીએમ દવાઓના ચોક્કસ બેચના વેચાણ અને વિતરણને સ્થગિત કરવાની જાહેરાત કરતી નોટિસ જારી કરી છે.
નેપાળમાં માર્કેટ સર્વે દરમિયાન એકત્ર કરાયેલા નમૂનાઓનું નેશનલ મેડિસિન લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે ઉત્પાદન અંગે આપવામાં આવેલી જરૂરી સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું નથી, જેના આધારે પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બાયોટેક્સ આઇજીએમ એ એન્ટિબાયોટિક ઇન્જેક્શન છે. બેચ નંબર એફ-૩૦૦૪૬૦, જેની ઉત્પાદન તારીખ ૦૫-૨૦૨૩ અને સમાપ્તિ તારીખ એપ્રિલ ૨૦૨૫ છે, કાઠમંડુમાં ડીકેએમ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયાત કરવામાં આવી હતી. તે દમણ યુટીમાં ઝાયડસ હેલ્થકેર લિમિટેડ દ્વારા બનાવવામાં આવે છે.
વિભાગે તેની વેબસાઈટ પર એક નોટિસ પોસ્ટ કરી છે કે એન્ટીબાયોટીક્સનો ચોક્કસ બેચ ઉત્પાદન સ્પષ્ટીકરણોને અનુરૂપ નથી. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા, ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગના માહિતી અધિકારી, પ્રમોદ કેસીએ જણાવ્યું હતું કે, ‘હા, અમે આ મામલે તપાસનો આદેશ આપ્યો છે અને નોટિસ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે કારણ કે તેના પેકેજિંગમાં કંઈક ખોટું છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ અમે નિર્ણય લઈશું.SS1MS