Western Times News

Gujarati News

વારી એનર્જીસ મહિન્દ્રા સસ્ટેનને 280 મેગાવોટ એલિટ સિરીઝ સોલર મોડ્યુલ્સ સપ્લાય કરશે

પ્રતિકાત્મક

મુંબઇ, 30 જૂન, 2023ના રોજ (સ્ત્રોતઃ ક્રિસિલ રિપોર્ટ મુજબ) 12 ગિગાવોટની સૌથી મોટી એગ્રીગેટ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી સાથે સોલર પીવી મોડ્યુલ્સની ભારતની સૌથી મોટી ઉત્પાદક વારી એનર્જીસ લિમિટેડ રાજસ્થાનના બિકાનેરમાં 280 મેગાવોટ (ડીસી) એડવાન્સ્ડ સોલર મોડ્યુલ્સ પૂરા પાડવા માટે રિન્યૂએબલ ઇન્ડિપેન્ડેન્ટ પાવર પ્રોડ્યુસર (આઈપીપી) મહિન્દ્રા સસ્ટેન સાથે કરાર કરતા ગર્વભેર જાહેરાત કરે છે.

આ કોન્ટ્રાક્ટમાં વારી એનર્જીસ લિમિટેડની એલિટ સિરીઝ, એન-ટાઇપ ટોપકોન 580 Wp મોડ્યુલ્સ પૂરા પાડવાનો સમાવેશ થાય છે જે તેની કાર્યક્ષમતા અને પર્ફોર્મન્સ માટે જાણીતા છે. આ મોડ્યુલ્સ ડિસેમ્બર 2024 પછીથી પૂરા પાડવામાં આવશે અને મહિન્દ્રા સસ્ટેનની મહત્વાકાંક્ષી રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સને ટેકો પૂરા પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

આ ભાગીદારી અંગે વારી એનર્જીસ લિમિટેડના ડિરેક્ટર-સેલ્સ શ્રી સુનીલ રાઠીએ જણાવ્યું હતું કે “મહિન્દ્રા સસ્ટેન સાથે ભાગીદારી એ અમારી કંપની માટે ગર્વની બાબત છે. અમે માનીએ છીએ કે આ સહયોગ ભારતના સ્વચ્છ ઊર્જા તરફના પ્રયાણ તરફ એક પગલું આગળ ધપાવે છે. અમારા એલિટ શ્રેણીના મોડ્યુલમાંથી 280 મેગાવોટ સપ્લાય કરીને, અમે ભારતના ટકાઉ ઊર્જા મિશન માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવીએ છીએ.

અમારી કંપનીના વિઝનના મૂળમાં વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા ઇકો-ફ્રેન્ડલી એનર્જી સોલ્યુશન્સને વ્યાપકપણે અપનાવવાની હિમાયત છે. આ ભાગીદારી માત્ર અમારી ટેક્નિકલ ક્ષમતાઓ જ નહીં, પરંતુ બધા માટે હરિયાળા અને વધુ ઊર્જા-કાર્યક્ષમ ભવિષ્યની રચના કરવાની અમારી માન્યતાને પણ રજૂ કરે તેવી અપેક્ષા છે. સાથે મળીને અમે આવનારી પેઢીઓ માટે નવીનતા અને ટકાઉપણાને ઉત્તેજન આપતા, સ્વચ્છ ઊર્જા ઉકેલોના ક્ષેત્રને પુનઃવ્યાખ્યાયિત કરવાની મહત્વાકાંક્ષા કરીશું.”

મહિન્દ્રા સસ્ટેનના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી દીપક ઠાકુરે તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો, “અમને આ નાણાંકીય વર્ષમાં વારી એનર્જી લિમિટેડ સાથેના અમારા બીજા ઓર્ડરની જાહેરાત કરતાં આનંદ થાય છે. આ સહયોગ ‘આત્મનિર્ભર ભારત’ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતામાં વધુ એક પગલું છે, જેમાં વારીની ‘મેડ ઇન ઈન્ડિયા’ પ્રોડક્ટ્સનો ઉપયોગ થાય છે.

બંને કંપનીઓ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ ઓર્ડર અમારી ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે અને તેની વિકાસ પાઈપલાઈનમાં બહુવિધ આઈપીપી રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સને આગળ વધારવાના મહિન્દ્રા સસ્ટેનના પ્રયાસોને આગળ ધપાવે છે, જે ભારતના ઉર્જા સંક્રમણમાં યોગદાન આપે છે.”

વારી એનર્જીસ લિમિટેડના એલિટ સિરીઝ મોડ્યુલ્સ એન-ટાઇપ ટોપકોન ટેક્નોલોજી ધરાવે છે, જે કામગીરી, ટકાઉપણા અને 30 વર્ષની આઉટપુટ પરફોર્મન્સ વોરંટી પૂરી પાડે છે. અમારું માનવું છે કે આ કરાર વારી એનર્જીસ લિમિટેડની સૌર ઊર્જા ક્ષેત્રે વિશ્વસનીયતા માટે પ્રતિષ્ઠા મજબૂત કરે છે અને ભારતના પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્ર પર અસર કરે તેવી અપેક્ષા છે અને રાષ્ટ્રને હરિયાળા અને વધુ ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધારવામાં યોગદાન આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.