ગુજરાતમાં સાત દિવસ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી
માછીમારો માટે ચેતવણી જારી કરવામાં આવી
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં હજી ચોમાસું નવસારીમાં જ સ્થિત છે. અત્યારે જે ગુજરાતમાં વરસાદ થઇ રહ્યો છે તે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશનને કારણે થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતામાં આગામી સાત દિવસ અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે. આ સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, બે દિવસ માછીમારો માટે ચેતવણી આપવામાં આવી છે. પવનની ગતિ ૩૫થી ૪૫ પ્રતિ કલાક રહેવાની શક્યતા છે જ્યારે મહત્તમ પવનની ગતિ ૫૫ સુધી જઇ શકે છે.
હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ છે કે, આવતીકાલે શુક્રવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં, પંચમહાલ, દાહોદ, અરવલ્લી તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ૨૨મી તારીખે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ તથા સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
રવિવાર માટે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં, સાબરતાંઠા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ચોથા દિવસે દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, સોમવાર માટે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, મંગળવાર અને બુધવારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.