Western Times News

Gujarati News

ફૂડ આઈટમના ભાવમાં ર થી ૧૭% નો વધારો કરતી કંપનીઓ

સાબુ અને બોડી વોશ પ્રોડકટસના ભાવમાં ર ટકાથી લઈને ૯ ટકા સુધીનો વધારો

(એજન્સી)નવીદિલ્હી, છેલ્લાં ર-૩ મહીનામાં લોકોનુંં દર મહીને કરીયાણાથી લઈને વિવિધ વસ્તુઓનું બિલ ખાસ્સું વધી ગયું છે. એફએમસીજી (Fast Moving Consumer Goods)  કંપનીઓએ સાબુથી લઈને ખાધીજોના ભાવ ર ટકાથી લઈને ૧૭ ટકા સુધી વધારી દીધા છે જેને કારણે લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.

કંપનીઓના સાબુ અને બોડી વોશ પ્રોડકટસના ભાવ ર ટકાથી લઈને ૯ ટકા સુધીની વધારો કરી નાખ્યો છે. હેર ઓઈલના ભાવ ૮થી૧૧ ટકા વધી ગયા છે. વિવિધ ખાધચીજોના ભાવ ૩ ટકાથી લઈને ૧૭ ટકા સુધી ઉછળી ગયા છે. આ ભાવવધારા પહેલાં લગભગ એક વર્ષ સુધી ભાવ સ્થિર રહયા હતા. અથવા તો ઘટયા હતા.

એફએમસીજી કંપનીઓ ર૦રરમાં અને ર૦ર૩ ની શરૂઆતમાં ભાવવધારો કર્યા પછીથી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪માં ભાવવધારો કરવાનું ટાળ્યું હતું. પરતુ હવે તેમણે ફરી ભાવવધારો શરૂ કર્યો છે. ઈનપુટ કોસ્ટ વધવાથી માર્જીન જાળવી રાખવા માટે કંપનીઓએ ભાવવધારો કર્યો છે.

ફૂડ અને પામ ઓઈલના ભાવ ઘટવા છતાં તેને સંબંધીત અનેક પ્રોડકટસના ભાવ વધારવામાં આવ્યા છે. આ ઉપરાંત દુધ,ખાંડ, કોફી કોપરું, જવ સહીતની કોમોડીટીના ભાવ વધી ગયા છે. બિકાજી ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૪-પમાં ર-૪ ટકા ભાવવધારો કરવા માગે છે. અને એપ્રિલમાં જ તેણે આ પ્રક્રિયયા શરૂ કરી દીધી છે.

ટાટા કન્ઝયુમ પ્રોડકટસને પણ ભાવવધારાની તૈયારી કરી લીધી છે. હિન્દુસ્તાન યુનિલીવરે ર૦ર૩-ર૪માં એકપણ ભાવવધારો કર્યો નથી. તેણે કહયું છે કે તે ટુંંકા ગાળામાં કોમોડીટીના ભાવમાં વધઘટ અંગે કોઈ ટીપ્પણી કરવા માગતી નથી અને તે નકક નિર્ણય લે ત્યારે જ જાહેરાત કરે છે.

એ જ રીતે ડાબર ઈન્ડીયા અઅને ઈમામીએ સંકેત કર્યો છે કે આ વર્ષે તેઓ સીગલ ડિજીટમાં ભાવવધારો ગોદરેજ કન્ઝયુમર પ્રોડકટસે કેટલાક પસંદગીના સાબુના ભાવમાં ૪-પ ટકાનો ભાવવધારો કરી નાખ્યો છે.

કોટક ઈન્સ્ટીટયુટમાં ઈકિવેટેશન ડેટાને ટાંકીને રીપોર્ટમાં કહેવાયું છેકે હિન્દુસ્તાન મુનીલીવરે ડવ શોપના ભાવમાં ર ટકાની વધારો કર્યો છે.વિપ્રોએ સંતુરના ભાવમાં ૩ ટકાનો વધારો કર્યોો છે. કોલગેટ પામોલીવ ઈન્ડીયાના પામોલીન બોડી વોશના ભાવમાં સીગલ ડીજીટ ભાવવધારો કરાયો છે.

પેઅર્સ બોડી વોશના ભાવમાં ૪ ટકાનો વધારો કરાયો છે. હિન્દુસ્તાન યુનીલીવર પ્રોડકટ એન્ડ ગેમ્બ્લ હાઈજીન એન્ડ હેલ્થકેર અને જયોતી લેબ્સની ડીટર્જન્ટ બ્રાન્ડસના ભાવમાં ૧-૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પસંદગીના પેકમાં આ વધારો લાગુ કરાયો છે.

હિન્દુસ્તાન યુનીલીવરે શેમ્પુના ભાવમાં સિગલ ડીજીટ વધારો કર્યો છે. આ ઉપરાંત તેની સ્કિન કેર પ્રોડકશન ભાવમાં ૪ ટકા સુધીનો વધારો કર્યો છે. ફુગાવાનો કારણે નેસ્લે ઈન્ડીયાએ કોફીના ભાવમાં ૮-૧૩ ટકાનો વધારો કર્યો છે. મેગી ઓટસ, નુડલ્સના ભાવ ૧૭ ટકા વધી ગયા છે. અને આઈટીસીના આર્શીવાદ હોલ વ્હીટના ભાવ લો સીગલ ડીજીટ વધાર્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.