Western Times News

Gujarati News

ફડચામાં ગયેલી 82 સહકારી બેંકોના બાકીદારોએ વ્યાજ સહિત અંદાજે રૂ.ર૦૦૦ કરોડ ચુકવવાના બાકી

ફડચામાં ગયેલી સહકારી બેંકો માટે વન ટાઈમ સેટલમેન્ટની મુદત વધારાઈ

(એજન્સી)અમદાવાદ, ગુજરાતની ફડચામાં ગયેલી ૮ર સહકરી બેકોના બાકીદારો માટે વન ટાઈમ સેટલમેન્ટની યોજના જાહેર કરવામાં આવી છે. વન ટાઈમ સેટલમેન્ટની યોજનાનો લાભ લેવા માટેની અરજી ૩૦ મી સપ્ટેમ્બર ર૦ર૪ સુધીમાં કરી દેવાની જોગવાઈ કરવામાં આવી છે.

તેમ જ યોજનાનો લાભ લેવા માટેની અરજી મંજુર કરવાની છેલ્લી તારીખ ૩૧મી ડીસેમ્બર ર૦ર૪ની રાખવામાં આવી છે. આ વખત તમામ બાકી રકમ પર માત્ર છ ટકા સાદુ વ્યાજ લઈને રકમ ચુકવી દેવાની તક આપવામાં આઅવી છે. બાકીદાર જો છ માસના ગાળામાં તે રકમ ન ચુકવી શકે તો બાકી રકમ પર છ ટકાને બદલે આઠ ટકા વ્યાજ વસુલવામાં આવશે.

જોકે આ યોજના ગયા વર્ષે જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ પણ તેનો લાભ લેવાથી વંચીત રહે ગયેલા બાકીદારો માટે આ યોજના ર૦ર૪માં ફરીથી જજાહેર કરીને ૩૦ મી સપ્ટેમ્બર સુધી તેનો લાભ લઈ લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આજની તારીખ ગુજરાતની ફડચામાં ગયેલી ૮ર સહકારી બેકના ર૭,૬પ૮ બકીદારોએ રૂ.૧૦૦૮ કરોડ ચુકવવાનાં બાકી છે.

તેના પર વ્યાજનો ઉમેરો કરવામાં આવે તો બાકી વસુલી છે. રૂ.ર૦૦૦ કરોડની થવા જાય તેમ છે. તેમને માટે આ છેલ્લીવાર વનટાઈમ સેટલમેન્ટ યોજના આપવાની જાહેરાત કરવામાં આવી છે. સહકારી બેકના બાકીદાર વન ટાઈમ સેટલમેન્ટ યોજનામાં ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકાશે.

ત્યારબાદ બાકીદારની અરજીને મંજુર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. બાકીદારની અરજીને જે તારીખે મંજુર કરવામાં આવશે. તે તારીખથી છ મહીનાના ગાળામાં બાકીદારો તમામ રકમ જમા કરાવી દેવાની રહેશે. છતાંય છ માસના ગાળામાં બાકીદાર તે રકમ જમા ન કરાવીચ શકે

તો બાકીદાર પાસે બાકી રકમ પર વધારાનું બે ટકા વ્યાજ માગીને બાકી રકમ ચુકવવા માટે વધુ છ માસનો સમય ચુકવવા માટે વધુ છ માસનો સમય ગાળો પણ આપવામાં આવશે. અત્યારે છ ટકા સાદુ વ્યાજ લઈને વનટાઈમ સેટલમેન્ટની સ્કીમ આપવામાં આવી છે. હા વન ટાઈમ સેટલમેન્ટ માટે પસંદ થનાર બાકીદાર બાર માસમાં બેકને ચુકવવા પાત્ર પુરી રકમ જમા ન કરાવી શકે તો વન ટાઈમ સેટલમેન્ટની યોજનાનો લાભ તેમને આપવામાં આવશે નહી.

રૂ.૧ લાખ સુધીના બાકીદારો પાસે વધારેલી સમય મર્યાદામાં સમાધાન હેઠળ નકકી કરવામાં આવેલી ચુકવવા પાત્ર બનતી રકમની બમણા કરતાં વધુ રકમ વસુલ કરી શકાશે નહી. ગયા વર્ષની એટલે કે ર૦ર૩ વન ટાઈમ સેટલમેન્ટ યોજના હેઠળ મંજુર કરવામાં આવેલી સેટલમેન્ટની રકમ ચુકવવાના સંદર્ભમાં બાકીદાર તરફથી લેખીત વિનંતી કરતો પત્ર આપવામાં આવે તો તેવા સંજોગોમાં લેખીત વિનંતીની તારીખથી વન ટાઈમ સેટલમેન્ટ યોજના હેઠળ મંજુર કરવામાં આવેલી રકમ ફડચા અધિકારી વધુમાં વધુ છ માસ સુધીમાં વસુલ કરી શકશે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.