Western Times News

Gujarati News

વાહનચાલકોને તાપથી બચાવવા જંકશન ઉપર લીમડા જેવા ઘટાદાર વૃક્ષ રોપાશે

(એજન્સી)અમદાવાદ, શહેરમાં ચાલુ વર્ષે હીટવેવનાં વધેલા દિવસો અને કાળઝાળ ગરમીના પગલે મ્યુનિ. સત્તાધીશોએ વૃક્ષારોપણ અભીયાન અંતર્ગત દરેક જંકશનનાં સેન્ટ્રલ વર્જ અને ફુટપાથ પર લીમડા જેવા ઘટાદાર વૃક્ષો ઉછેરવાની નિર્ણય લીધો છે.

મ્યુનિ.સ્ટે.કમીટીની બેઠક બાદ ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું કે શહેરમાં ભારે પવન અને વરસાદથી વૃક્ષો ધરાશાયી થતાં હોય છે. તેથી જંકશનની સેન્ટ્રલ વર્જ તથા ફુટપાથ પર આવા ઘટાડદાર વૃક્ષો રોપવામાં આવતા નથી. મોટા ઘટાદાર વૃક્ષો વરસાદ સમયે ધરાશાયી થાય તો ટ્રાફીકને અડચણ થથાય તેવા કારણો રજુ કરવામાં આવે છે.

પરંતુ તેને પહોચી વળવામાં તંત્ર સક્ષમ છે. અને ચોમાસા પહેલા દરેક વૃક્ષની ચકાસણી કરી લેવાય તો બહુ વાંધો આવે નહી તેવા અભીપ્રાય બાદ શહેરી વાહનચાલકો કાળઝાળ ગરમીથી બચાવવા મહત્તમ જંકશનની સેન્ટ્રલ વર્જ તથા ફૂટપાથ ઉપર વૃક્ષો ઉછેરવામાં આવશે.

આ સિવાય શહેરી પર્યાવરણમાં સુધારો લાવવા માટે અને ગ્રીન કવરમાં વધારો થાય તેવા હેતુથી સાત ઝોનમાં બે બે પ્લોટ જે બિનઉપયોગગી પડી રહયા હોય તેવા બે બે પ્લોટ નર્સરીનાં ઉપયોગ માટે પીપીપી ધોરણે આપવામાં આવશે.

તેમણે વધુ માહિતી આપતાં કહયું કે, વરસાદી પાણીનો ઝડપથી નીકાલ થાય તે માટે ૭૩ સુએજ પંપીગ સ્ટેશનનાં ઈન્કમીગગ વેલની ચેમ્બરની જાળીઓ ઝડપથી બદલી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.

તદઉપરાંત સ્ટે.કમીટીમાં કમીશ્નરને બીઆરટીએસ અને એએમટીએસનો ઉપયોગ વધુ સરળળ બને તેવા હેતુથી કોમન ટીકીટની જુની વાત યાદ કરાવીને તેનો ઝડપથી અમલ કરવા માટે સુચના આપવામાં આવી હતી.

સ્ટે.કમીટી ચેરમેન જણાવ્યું હતું કે શહેરનાં થલતેજ અને બાપુનગર વિસ્તારમાં રોડ પહોળો કરવા માટે રોડલાઈનનો અમલ કરવાની બે દરખાસ્તને ચોમાસાને ધ્યાને લઈ બાકી રાખવામાં આવી છે. અને ચોમાસા પછી તેનો અમલીકરણ કરવાની તાકીદ કરવામાં આવી છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.